Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રપ જુને લેવાનાર પરીક્ષા મોડી લેવાશેઃ સમીક્ષા બેઠક મળી

ગુજરાત યુનિવર્સિટીની જુલાઇમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યા બાદ હાલની કોરોનાની સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરિક્ષાની તારીખમાં ફેરફાર થશેઃ સતાવાર જાહેરાત ટુક સમયમાં

રાજકોટ તા. ૩ : કોરોનાની મહામારીમાં લોકડાઉનની સ્થિતિમાં સમગ્ર દેશમાં પરીક્ષા ઉપર ગંભીર અસર પડી છે. શાળા કોલેજો અને યુનિવર્સિટીની પરીક્ષાનું સમય પત્રક હજુ નિશ્ચીત થતું નથી.

કોરોનાની મહામારી અમદાવાદ-સુરતમાં કોરોનાના કેસ વધુ હોય તેમજ ગુજરાતભરમાં કોરોનાના છુટાછવાયા કેમ હોય આ સંજોગોમાં પરીક્ષા લેવી હિતાવહ ન હોય ફરી એકવાર પરીક્ષાનું સમયપત્રક ફરી રહ્યું છે.

તાજેતરમાં રાજય સરકાર દ્વારા તમામ યુનિવર્સિટીમાં રપમી જુનની પી.જી.કક્ષાની પરીક્ષા લેવા સુચના આપવામાં આવી હતી પરંતુ અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ જોતા વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ ઉચ્ચ શૈક્ષીણ વર્તુળોમાં રપમી જુને લેવાનાર પરીક્ષા રદ કરવા માંગ કરી હતી જે ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા જુલાઇના પ્રથમ સ્થિત સપ્તાહમાં યોજવા હાલ નિર્ણય કર્યો છે.

ગુજરાત યુનિવર્સિટી બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ ડો. નિતિનભાઇ પેથાણીના નેતૃત્વમાં પરીક્ષાલક્ષી બેઠક મળી હતી હાલમાં કોરોનાની સ્થિતી અનલોક-૧ ની થોડા દિવસ બાદની સમીક્ષાને આધારે પીજી પરીક્ષાનો કાર્યક્રમ નકકી થશે. પરીક્ષા કેન્દ્ર આપનાર બહારથી આપવા છાત્રોની વ્યવસ્થા અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ છ ેકે નહી ? સહિતની બાબતોની ચર્ચા થઇ હતી. રપમી જુને જાહેર થનાર પરીક્ષા થોડી મોડી યોજાઇ તેવા  નિર્દેશ સુત્રોએ આપ્યા છે.

(3:55 pm IST)