Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજ્યના ચાર આઇપીએસ અધિકારીની બદલી થઇઃ રાજકોટમાં ઝોન-૧ ડીસીપી તરીકે પ્રવિણકુમાર મુકાયા

રાજકોટ તા. ૩: ગુજરાત રાજ્યના ચાર આઇપીએસ અધિકારીઓની બદલીના હુકમો થયા છે. જેમાં રાજકોટમાં ઝોન-૧ના ડીસીપીની ખાલી પડેલી જગ્યા પર આઇપીએસ પ્રવિણકુમારની નિમણુંક કરવામાં આવી છે.

ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈનીને પોરબંદરના એસપી તરીકે બઢતી સાથે બદલી કરી ત્યાં મુકવામાં આવતાં તેમની જગ્યા ખાલી પડી હતી. આ જગ્યા પર વિરમગામમાં એએસપી તરીકે ફરજ બજાવતાં પ્રવિણકુમારને ડીસીપીનું પ્રમોશન આપી રાજકોટમાં નિમણુંક આપવામાં આવી છે.

જ્યારે અન્ય આઇપીએસની બદલીઓમાં એએસપી અમરેલી પ્રેમસુખ દેલુને બઢતી સાથે એસઆરપી ગ્રુપ-૨૧ના કમાન્ડન્ટ (રાજુલા-અમરેલી) ખાતે નિયુકતી અપાઇ છે. આ ઉપરાંત વડોદરા ગ્રામ્યના એએસપી શ્રી રવિન્દ્ર પટેલને એસઆરપી ગ્રુપ-૯ (વડોદરા)ના કમાન્ડન્ટ તરીકે મુકાયા છે. જ્યારે વેરાવળ સોમનાથના એએસપી શ્રી અમિત વસાવાને એસઆરપી ગ્રુપ-૩માં કમાન્ડન્ટ તરીકે મદાના (બનાસકાંઠા) સાથે નિમણુંક આપવામાં આવી છે.

રાજકોટ મુકાયેલા પ્રવિણકુમાર ૨૦૧૬ની બેચના આઇપીએસ છે.

(3:54 pm IST)
  • નિસર્ગ વાવાઝોડાથી મહારાષ્ટ્રના ૨૧ અને ગુજરાતના ૧૬ જીલ્લાને અસરઃ ૧ લાખથી વધુ લોકોનું સ્થળાતંર : મુંબઇ ઉપર આગામી ૪૮ કલાક નિસર્ગનો ખતરો :મહારાષ્ટ્રના રત્નાગીરીના કાંઠે બોટમાં ફસાયેલા ૧૦ ખલાસીઓને બચાવાયાઃ દરિયામાં ભારે વરસાદ અને ભરતી : વાવાઝોડાના પગલે મહારાષ્ટ્રમાં કેટલાક ઘરોમાં છાપરા ઉડયાઃ લોકડાઉન બાદ વાવાઝોડામાં પણ ૧૦ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત : મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ વૃક્ષ ઉખડી ગયાઃ અગાશીના પતરા-છત ઉડી access_time 4:01 pm IST

  • મહારાષ્ટ્રના ફરીદાબાદમાં ગાજવીજ-તોફાની પવન અને ભારે વરસાદ ચાલુ છે. : નાગો થાણેમાં અતિ ભારે વર્ષા: સમગ્ર મુંબઇમાં ભારે વરસાદઃ એનડીઆરએફની ૨૧ ટીમો કામે લાગી access_time 4:40 pm IST

  • ગાંધીનગર તાલુકાના દેહગામમાં કોરોનાનો કહેરઃ ૭ પોઝીટીવ કેસ access_time 11:57 am IST