Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

બે મહિનાથી રૂડાની કરોડોની આવક ઠપ્પ : બીજી બાજુ ૨૦ કરોડના ખર્ચે ૧૦ માળનું નવા બિલ્ડીંગનો પ્લાન

મોટામવામાં જડૂઝની બાજુમાં ૬૫૦૦ સ્કવેર ફૂટ જગ્યામાં અદ્યતન બિલ્ડીંગ બનાવાશે

રાજકોટ તા. ૩ : રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી - રૂડા - વિકાસ ધરવા તરફ આગળ વધી રહ્યું છે, આ માટે પ્રથમ પગથિયા મુજબ રૂડા પોતાનું મોટામવામાં કાલાવાડ રોડ ઉપર આવેલ જડૂઝ અને કટારીયા શો-રૂમ વચ્ચે ૬૫૦૦ સ્કવેર ફૂટ જગ્યામાં પોતાનું અદ્યતન બિલ્ડીંગ બાંધવા અંગેનો પ્લાન તૈયાર કરી રહ્યું છે.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે રૂડાનું નવુ બિલ્ડીંગ હાઇરાઇઝ એટલે કે ૧૦ માળનું હશે, અને તે અદ્યતન બિલ્ડીંગ, નંબર વન ઇન્ટીરીયર, કોન્ફરન્સ હોલ સહિતની સુવિધા સાથે કુલ ૨૦ કરોડના ખર્ચનો પ્રાથમિક અંદાજ કઢાયો છે પરંતુ આ માટે હાલ સરકારમાં દરખાસ્ત થઇ નથી, પરંતુ હવે કરાશે, ગ્રાન્ટ મંગાય તેવી શકયતા છે.

દરમિયાન લોકડાઉન અને અન્ય તમામ કામગીરી ઠપ્પ હોવાને કારણે રૂડાની બે મહિનાથી કરોડોની આવક ઠપ્પ થઇ ગઇ છે, જેમાં વિકાસ પરવાનગી ફી, બેટરમેન્ટ લેવી (ચાર્જ), રિવાઇઝ પ્લાન ચાર્જ, બીયુપી પરવાનગી ચાર્જ વિગેરેનો સમાવેશ થાય છે, આ નવુ બિલ્ડીંગ બનશે તે હવે કોઇને ભાડે અપાશે નહી, હાલ રૂડા શ્રોફ રોડ ઉપર ૭ માળના બિલ્ડીંગમાં બેસે છે, પરંતુ એમાં માત્ર ૩ માળ જ રૂડા પાસે છે.

(2:51 pm IST)