Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

યુધ્ધ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડરની આગોતરા જામીન અરજીને કોર્ટે મંજુર કરી

ગોંડલ બંધ દરમિયાન થયેલ કથિત ખોટી ફરિયાદના સંદર્ભે

ગોંડલ તા. ૩ : અઠવાડિયા પહેલા ગોંડલ બંધના એલાન સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા રાગદ્વેષ રાખી ખોટી ફરિયાદ નોંધતા અદાલતના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા. જેમાં યુધ્ધ એ જ કલ્યાણ ફાઉન્ડર ગ્રુપના ફાઉન્ડર નિખીલભાઇ દોંગાની આગોતરી જામીન અરજીને કોર્ટે મંજુર કરી હતી.

ગોંડલ શહેરમાં એક સપ્તાહ પહેલાં પાંજરાપોળ પાસે બે જૂથ વચ્ચે પશુધનને બચાવવા બાબતે સર્જાયેલ બબાલ બાદ પોલીસ તંત્રે ફરિયાદ નોંધી હતી અને ગોંડલ બંધના અપાયેલા એલાનના સંદર્ભે યુદ્ઘ એ જ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડરની ઓફિસ ઉપર પોલીસે દરોડો પાડી હથિયારો જપ્ત કર્યાની ખોટી ફરિયાદ સાથે ગ્રુપના ફાઉન્ડર વિરુદ્ઘ કાવતરૂ ઘડવાની કલમ નોંધતા તેની સામે અદાલતના દ્વાર ખટખટાવવામાં આવ્યા હતા.

ગોંડલ શહેર તાલુકા ઉપરાંત સૌરાષ્ટ્રભરમાં રકતદાન કેમ્પ, લોકડાઉનમાં ભૂખ્યાને ભોજન સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ યુદ્ઘ એ જ કલ્યાણ ગૃપ ના ફાઉન્ડર નિખિલભાઇ દોન્ગા વિરૂદ્ઘ પોલીસ તંત્ર દ્વારા રાગદ્વેષ રાખી ગોંડલ બંધના એલાનમાં કાવતરું ઘડવા સહિતની ખોટી ફરિયાદ નોંધતા રોષ ફેલાવા પામ્યો હતો ખોટી ફરિયાદના વિરોધમાં યુદ્ઘ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલભાઇ દ્વારા અત્રેની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરતા  તેમના આગોતરા જામીન મંજૂર થવા પામ્યા હતા તેમના વકીલ તરીકે પરેશભાઈ રાવલ દ્વારા અદાલતી કાર્યવાહી કરવામાં આવી હતી.

(2:49 pm IST)