Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

રાજકોટ જિલ્લામાં જુગારના ૧૧ દરોડાઃ ૭૩ પત્તાપ્રેમી પકડાયા

ભીમઅગિયારસે ઠેર-ઠેર જુગારના પાટલા મંડાણા પણ પોલીસે દરોડા પાડી રંગમાં ભંગ પાડયો : જસદણના ફુલઝર ગામે ૬, ઉપલેટા-૬, વિંછીયામાં બે દરોડામાં ૧ર, ધોરાજી-૪, ગોંડલ-૩, વિરનગર ૯, બળધોઇ-૩ તથા ભાયાવદરના પાનેલી ગામે -૯ તથા જેતપુર પંથકમાં જુાગરના ત્રણ દરોડામાં ર૧ શખ્સો જુગાર રમતા પોલીસની ઝપટે ચડી ગયા

રાજકોટ તા. ૩ : ભીમ અગિયારસના પર્વના રાજકોટ જીલ્લામાં ઠેર-ઠેર જુગારના પાટલા મંડાણા હોય તે જિલ્લામાં ૧૧ સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા ૭૬ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં જસદણના ફુલઝર ગામે જસદણના એ.એસ.આઇ. એમ.આર.સિંધવ સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) સુરેશભાઇ કડવાભાઇ કોળી (ર) હકુ હિરાભાઇ મકવાણા, કોળી, (૩) રમેશ લાલજીભાઇ કોળી (૪) ભુપત તળશીભાઇ સતાપરા, (પ) દિલીપ ગોવિંદભાઇ ખેરાળી તથા (૬) ગોવિંદ સવશીભાઇ ડાભી, રે.તમામ ફુલઝરને રોકડા રૂ.૧૪ર૮૦, મોબાઇલ ફોન તથા બાઇક મળી કુલ રૂ.પ૪,ર૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં ઉપલેટામાં જી.આઇ.ડી.સી.પાછળ નીલાખા વાળી ગારીના રસ્તે વેણ નામની સીમમાં ઉપલેટાના પો.કો. નિરવભાઇ ઉંટડીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) દિનેશ મેણસીભાઇ ચંદ્રવાડીયા રહે. ઉપલેટા વિક્રમ ચોક પાણીના ટાંકા પાસે, (ર) નિલેશ કારાભાઇ મકવાણા રહે. ઉપલેટા, વિક્રમ ચોક, પાણીના ટાંકા પાસે(૩) દિનેશ ધીરૂભાઇ ચંદ્રવાડીયા રહે. ઉપલેટા યાદવ રોડ, કનારા ચોકમાં (૪) હમીર  રામાભાઇ ડાંગર રહે. સેવંત્રા તા.ઉપલેટા (પ) રમેશ પરબતભાઇ કરમુર રહે. ઉપલેટા નવી કોલેજ પાછળ, અર્જુન સોસાયટી તથા (૬) અલ્પેશ ભાદાભાઇ ચંદ્રવાડીયા રહે. ઉપલેટા વિક્રમ ચોક પાણીના ટાંકા પાસેને રોકડા રૂ.૧૩,૩પ૦ મોબાઇલ અને બાઇક મળી કુલ ૮૯,૮પ૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ત્રીજા દરોડામાં વિંછીયા ખોડીયારપરા બેકરીવાળા ચોકમાં વિંછીયાના એ.એસ.આઇ. હમીરભાઇ ખીમસુરીયા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) પ્રવીણ સામળાભાઇ સાંબડ રહે. વિંછીયા ઓરી રોડ, (ર) રવી બાબુભાઇ તલાવાડીયા કોળી રહે. વિંછીયા જીનનાઢોરે (૩) વિપુલ જગદીશભાઇ નિમ્બાર્ક રહે. વિંછીયા ખોડીયારપરા (૪) કલ્પેશ હરીલાલ  પરમાર રહે. વિંછીયા સત્યજીત સોસાયટી, (પ) સંજય ગણેશભાઇ ગોસાઇ રહે. વિંછીયા રબારી શેરી તથા (૬) ગોવિંદ વશરામભાઇ રાઠોડ રહે. વિંછીયા કોટડાની નળને રોકડા રૂ.૧૩,ર૭૦ ની રોકડ અને ગંજીપત્તા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ચોથા દરોડામાં વિંછીયામાં સમઢીયાળા રોડ ઉપર પો.કો. વિજયભાઇ રંગપરા સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) જેન્તી ઝવેરભાઇ કોળી રહે વિંછીયા બગીચા સામે એરટેલના ટાવર પાસે (ર) રાજુ સોમાભાઇ રાજપરા રહે .વિંછીયા ઉગમણીબારી  મેલડીમાના મંદિર પાસે (૩) હીતેશ ધીરૂભાઇ રાજપરા રહે. વિંછીયા બગીચા સામે એરટેલના ટાવર પાસે (૪) હરેશ હેમુભાઇ પડાણી વિંછીયા બગીચા સામે, એરટેલના ટાવર પાસે (પ) વિપુલ મમકુભાઇ રાજપરા રહે વિંછીયા બગીચા સામે એરટેલીના ટાવર પાસે તથા (૬) વિનુભાઇ બેચરભાઇ જીજરીયા રહે. ગઢડીય તા. જસદણને રોકડા રૂ.૧રપર૦ અને ગંજીવાડા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાંચમાં દરોડામાં ધોરાજીમાં રેલ્વે સાઇડીંગ મારડીયાના ડેલા પાસે જાહેરમાં જુગાર રમતા (૧) સાદીક સાજનભાઇ વીરપરીયા (ર) જેનુબેન દાદુભાઇ અબુભાઇ પઠાણ રહે. બન્ને ધોરાજી રેલ્વે સાઇડીંગ મારડીયાના ડેલામાં (૩) અલ્લારખીબેન અબ્દુલભાઇ અલીભાઇ બકાલી રહે. ધોરાજી આંબાવાડી કલોની તથા (૪) નશીમાબેન નાજીરભાઇ હુસેનભાઇ પઠાણ રહે. જુનાગઢ રામદેવપરા ચકકરબાગ પાસેને રોકડા રૂ.૪૧ર૦ તથા ગંજીપત્તા સાથે હેડ કો. રમેશભાઇ બોદરએ ઝડપી લીધા હતા.

છઠ્ઠા દરોડમાં ગોંડલમાં ભગવતપરામાં પશુ દવાખાના પાસે હેડ કો. જયદીપસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) કિરીટ બાબુભાઇ રાખલીયા, રહે. જામવાડી ખોડીયાર મંદિર સામે (ર) વિમલ વલ્લભભાઇ રાઠોડ રહે. ભગવતપરા વાછરા રોડ ભંગારના ડેલા પાસે તથા (૩) રામા મહાદેવભાઇ સરવંશી રહે. ગંજીવાડા કુંભારવાડા મફતિયા પરૂને રોકડા રૂ.૧૦૦૩૦, મોબાઇલ અને બાઇક મળી કુલ રૂ.૧,૦રપ૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જયારે રેઇડ દરમિયાન સુરેશ ઉર્ફે સુરો ભતુ રાઠોડ, રોહીત  ડીગલો તથા મુકેશ ધરજીયા નાસી છુટયા હતા.

સાતમાં દરોડામાં આટકોટ પોલીસના એ.એસ.આઇ. પુનાભાઇ જાડા સહિતના સ્ટાફે વિરનગર ગામે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અક્ષય વીઠ્ઠલભાઇ સરવૈયા, (ર) શીવમ ધનજીભાઇ પરમાર, (૩) સાગર ધનજીભાઇ પરમાર, (૪) હરેશ વીઠ્ઠલભાઇ રોજાસરા (પ) મહેશ વાાલજીભાઇ કોટડીયા (૬) મહેન્દ્ર ખોડુભાઇ જેબલીયા (૭) ચંદુ લાખાભાઇ રોજાસરા તથા (૮) લાલજી મોહનભાઇ પરમાર તથા (૯) નરેશ કાનજીભાઇ પરમાર રહે. બધા વીરનગર મફતીયાપરાને રોકડા રૂ. ૧૦,૪૬૦ અને ગંજીપત્તા સાથે પકડી લીધા કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આઠમાં દરોડામાં ભાયાવદરના હેડ કો. મનસુખભાઇ રંગપરા સહિતના સ્ટાફે મોટીપાનેલી ગામે મસ્જીદ પાસે હેનભાઇ અનવરભાઇ જુણેજાના રહેણાંક મકાનમાં રેઇડ કરી જુગાર રમતા  (૧) હસન અનવરભાઇ જુણેજા (ર) ઇકબાલ અનવરભાઇ જુણેજા (૩) સલીમ મામદભાઇ સોરા તથા (૪) અશ્વિન ઉર્ફે મુન્નો, બટુકભાઇ પરમાર (પ) અબ્દુલ ઇબ્રાહીમભાઇ સોરા (૬) ઇકબાલ ઇસ્માઇલભાઇ સોરા (૭) હાજી હારૂનભાઇ સુભાણીયા (૮) અબાસ હારૂનભાઇ સુભણીયા તથા (૯) અબ્દુલ અલારખભાઇ જીદાશામદારરે. તમમ મોટી પાનેલીને રોકડા રૂ. રર,પપ૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

જયારે જેતપુરના પ્રતિનિધિ કેતન ઓઝાના અહેવાલ મુજબ ૯માં  દરોડામાં જેતપુર તાલુકા પીએસઆઇ એસ.વી. ગોજીયાએ સ્ટાફના મુસ્તફાભાઇ ચૌહાણ, પી.કે. શામળા, ભુપેન્દ્રભાઇ મોરી, દિનેશભાઇ ખાટરીયા, સુનીલભાઇ મકવાણા, જયસુખભાઇ સોરીયા, મહીપાલસિંહ ચુડાસમા, હાર્દિકભાઇ, ઓમ દેવસિંહને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બાતમી મળેલ બોરડી સમઢીયાળા કોળી વાસમાં જુગાર રમાતો હોય જે આધારે કોળીવાસ, ખાડીયા વિસ્તારમાં જુગાર અંગેની રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા પ્રતાપ બાબુભાઇ પરમાર, ભાવેશ પ્રતાપભાઇ પરમર, ચેતન પ્રેમજીભાઇ મકવાણા, હરેશ કાનજીભાઇ મકવાણા, વિક્રમ દેવકુભાઇ મકવાણા, વલ્લભ નાનજીભાઇ મકવાણા, હરેશ કુરજી મકવાણા, પાંચા ભગવાનજી પાઘડાર (રહે. તમામ બોરડીયાળા) આઠ શખ્સોને રોકડ રૂ. ૪૦, હજાર સાથે પકડી પાડેલ.

દસમાં દરોડામાં દેવકી ગાલોળ ગામે જુગાર રમાતો હોય તેવી બાતમીના આધારે દેવકી ગાલોળ ગામે તપાસ કરતા ગામની સીમમાં આવેલ જીજ્ઞેષભાઇ રામોલીયાની વાડીના સેઢે તીનપત્તીનો જુગાર રમતા હોય પોલીસે વાડી માલીક જીજ્ઞેષ રમેશભાઇ રામોલીયા, યોગેશ ભીખુભાઇ રામોલીયા, પ્રશાંત પ્રવિણભાઇ વીસાવેલીયા, અતુલ રતીભાઇ વીસાવેલીયા, પીન્ટુ વિરજીભાઇ કયાડા, સાગર કીશોરભાઇ કયાડા, (રહે તમામ દેવકી ગાલોળ)ને રોકડ રૂ. ૧૪,૦પ૦ સાથે ઝડપી લીધેલ તેમજ ભીમ અગિયારસમાં દરોડા દલીતવાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા ત્યાં જુગાર અંગેની રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા પ્રવિણ ગીગાભાઇ રાઠોળ, માધા મુળજીભાઇ શુકલ, ધર્મેશ ગોવિંદ ચાવડા, મહેશ નાથાભાઇ ચાવડા, રમેશ રાણાભાઇ પરમાર, રાજેશ ગોવિંદભાઇ ખુમાણ, વિપુલ બાબુભાઇ બગડા (રહે. તમામ દેવકી ગાલોળ) વાળાઓને રોકડ રૂ.૧૪,૪૬૦ સાથે પકડી પાડેલ હતા.

(2:47 pm IST)