Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

નાણાવટી ચોક પાસેથી બે ચોરાઉ વાહન સાથે યશપાલસિંહ ઉર્ફે લાલો ઝડપાયો

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર. એસ. પટેલ, હેડ કોન્સ. ખોડુભા, વનરાજભાઇ, દિગ્વીજયસિંહ, દિવ્યરાજસિંહ, હાર્દિકસિંહ પરમાર, ગોપાલ, હિતેન્દ્રસિંહ, દિનેશભાઇ અને બ્રીજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોપાલભાઇ અન દિવ્યરાજસિંહને મળેલી બાતમીના આધારે રૈયા ચોકડી પાસે નાણાવટી ચોક પાસેથી યશપાલસિંહ ઉર્ફ લાલો ખેંગારસિંહ પરમાર (ઉ.૩૧) (રહે. કિસ્મતનગર શેરી નં. પ) ને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો. પુછપરછ કરતા દોઢ માસ પહેલા બજરંગવાડી પુનીતનગર સોસાયટીમાંથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોર્યાની કબુલાત આપતા પોલીસે એકટીવા અને બાઇક કબ્જે કર્યા હતાં.

(2:46 pm IST)