Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd June 2020

એસ્સાર ફાઉન્ડેશન દ્વારા સેવાયજ્ઞઃ કલેકટર ઓફિસ-મ્યુ. કોર્પોરેશનને માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઇઝર્સ અર્પણ

રેમ્યા મોહન અને ઉદીત અગ્રવાલે કામગીરી બિરદાવીઃ હાલમાં દેવભૂમી દ્વારકા અને હજીરામાં પોર્ટ તથા પાવર બિઝનેસનું સંચાલન

રાજકોટઃ એસ્સાર ફાઉન્ડેશને કોવિડ-૧૯ સામેની લડાઇને વધુ મજબૂત કરવા રાજકોટ જિલ્લા કલેકટર શ્રીમતી રામ્યા મોહનને ૬૫૦૦ માસ્ક, ૧૫૦૦ ગ્લોવ્ઝ અને ૧૫૦૦ સેનિટાઇઝર્સ સુપરત કરીને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર રહેવાની કટીબદ્ઘતાને પુનઃમજબૂત કરી છે. વધુમાં એસ્સાર ફાઉન્ડેશને ૬૫૦૦ માસ્ક, ૧૫૦૦ ગ્વોલ્ઝ અને ૧૫૦૦ સેનિટાઇઝર્સ રાજકોટ મ્યુનિસિપલ કમીશનર શ્રી ઉદિત અગ્રવાલ વતી એડિશનલ મ્યુનિસિપલ કમીશનર શ્રી ચેતન નંદાનીએ સુપરત કર્યાં હતાં. આ પ્રસંગે રાજકોટના મામલતદાર શ્રી એન.પી. અજમેરા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

કોવિડ-૧૯ કટોકટીમાં સરકારના પ્રયાસોને સહયોગ કરીને મદદરૂપ બનવા બદલ શ્રીમતી રામ્યા મોહન અને શ્રી ઉદિત અગ્રવાલે એસ્સાર ફાઉન્ડેશનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે એસ્સાર ગ્રુપની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પાંખ એસ્સાર ફાઉન્ડેશન કારોબાર અને સમુદાયો વચ્ચે સંતુલન જાળવવા માટે હંમેશા કટીબદ્ઘ રહ્યું છે. એસ્સાર ફાઉન્ડેશન હંમેશાથી આપાતકાલીન સ્થિતિમાં સમાજ અને સરકારને સહયોગ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાં ગુજરાતમાં એસ્સાર ગ્રુપ દેવભૂમી દ્વારકા ખાતે પાવર અને પોર્ટ બિઝનેસ તથા હજિરામાં પોર્ટ અને પાવર બિઝનેસનું સંચાલન  કરી રહયાનું યાદીના અંતમાં જણાવાયું છે.

 ઉપરોકત પ્રથમ તસ્વીરમાં રાજકોટ જિલ્લા કલેકટર શ્રીમતી રામ્યા મોહન અને પરિમલ પંડ્યા, એડીએમ રાજકોટ, એસ્સાર સમૂહ તરફથી કનૈયાલાલ મોટલા, જનરલ મેનેજર અને અનુરાગ રાયઝાદા તેમજ બીજી તસ્વીરમાં રાજકોટ મ્યુનિસિપલ કમીશનર શ્રી ઉદિત અગ્રવાલ વતી એડિશનલ મ્યુનિસિપલ કમીશનર શ્રી ચેતન નંદાનીને એસ્સાર સમૂહ તરફથી કનૈયાલાલ મોટલા, જનરલ મેનેજર અને અનુરાગ રાયઝાદાએ સહાય સુપરત કરી હતી.

(11:40 am IST)