Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

એક વર્ષમાં રેવન્યુ અપીલના ૧૫૦૦ કેસોનો નિકાલ કરતા કલેકટર : બોર્ડ'૦' લેવલ થયું

રાજકોટ તા ૩  :  રાજકોટ જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ધડાધડ કેસોનો નિકાલ કરી એક વર્ષમાં રેવન્યુ અપીલના ૧૫૦૦ કેસોનો નીકાલ કરી નાખ્યાનું અને બોર્ડ ઝીરો લેવલ થયાનું તથા આજની તારીખે અપીલના એક પણ કેસ પેન્ડીંગ ન હોવાનું અપીલના સુત્રોએ ઉમેર્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતું કે, જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા ગત મે માસમાં ચાર્જ સંભાળ્યો હતો, અને બાદમાં ૧૯૮૯ થી આજ સુધીના રેવન્યુ અપીલના કેસો ઝડપી ચલાવવાનું શરૂ કર્યુ હતું, જેમાં ૧૦૮/૬,૧૦૮/૫, સુચનો માટે તકેદારીના અને મેગા બોર્ડ યોજી ૧ વર્ષમાં આવા કેસોનો નિકાલ કરાયો છે.

અત્રે એ નોંધનીય છે કે કલેકટર દ્વારા  ડે. કલેકટરોએ આપેલા ૩ થી ૪ મોટા વિવાદી ચુકાદાને પણ અપીલમાં લઇ પાર્ટીઓને નોટીસો આપી કેસોનો નીકાલ કરી નાખ્યો છે. જેના ઠરાવો લખાઇ ગયા છે, કલેકટરની સહી બાદ આ જાહેર કરાશે.

(4:04 pm IST)