Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

લાલપરી તળાવમાં બોટીંગ-ફાઉન્ટનશો-બગીચોઃ ડીઝાઇન માટે ર.૩૩ કરોડ મંજૂર

૧૦૦ કરોડનાં લાલપરી લેઇક ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે કન્સલટન્ટની નિમણુંકઃ ટ્રી-ગાર્ડ ખરિદી-ગેન્ટ્રી બોર્ડ-ઝોનલ કોન્ટ્રાકટો સહિત કુલ ૪૪ દરખાસ્તોને લીલીઝંડી આપતાં ચેરમેન ઉદય કાનગડ

રાજકોટ તા. ૧:. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને કારણે છેલ્લા ત્રણેક મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં વિકાસ કામોની દરખાસ્તોને મંજુરી આપી શકાતી ન હતી. દરમિયાન હવે આચારસંહિતા પૂર્ણ થયા બાદ  આજે તા. ૩ના રોજ બપોરે ૧૨ વાગ્યે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે કમિટીની બેઠક બોલાવી છે. અને ં કરોડોની દરખાસ્તો અંગે નિર્ણયો લીધા હતાં.

આજની આ બેઠકમાં લાલપરી તળાવનો વિકાસ કરવાનાં ૧૦૦ કરોડનો પ્રોજેકટ માટે રૂ. ર.૩૩ કરોડનાં ખર્ચે કન્સલટન્ટની નિમણુંક કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી.

આ દરખાસ્ત મુજબ કન્સલટન્ટ દ્વારા લાલપરી તળાવ વિસ્તારનાં ૧ર લાખ ચો. મી.માં બગીચો-લેન્ડ સ્કેપીંગ-તળાવમાં બોટીંગ અને ફાઉન્ટન-શોક વગેરેની ડીઝાઇન ત્થા પ્લાનીંગ તૈયાર કરી આપવામાં આવશે.

 કુલ ૪૪ જેટલી દરખાસ્તો પૈકી કેટલીક મહત્વની દરખાસ્તોનો નિર્ણય લેવાયો છે. જેમાં આગામી ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ માટે ૬૦૦૦ જેટલા ટ્રીગાર્ડ પ્રતિ નંગ રૂ. ૧૦૯૧ના ભાવથી ખરીદવાની દરખાસ્ત વોર્ડ નં. ૨મા આવેલ શિતલ પાર્કનો જામનગર રોડને જોડતો જે ૧૮ મીટર ટીપી રોડ છે તેને ડેવલપમેન્ટ કરવાની દરખાસ્ત તેમજ આ વોર્ડમાં આવેલ અન્ય ૧૫ મી., ૧૨ મી., ૯ મી. વગેરે ટીપી રોડને ડેવલપ કરવા માટેની દરખાસ્ત છે. જ્યારે શહેરીની ભાગોળે આવેલ કુદરતી સૌંદર્યથી ભરપૂર લાલપરી રાંદરડા તળાવનું ડેવલપમેન્ટ કરવા માટે ખાસ કન્સલ્ટન્ટની નિમણૂક કરવાની દરખાસ્ત અને શહેરના હાર્દસમા રેસકોર્ષમાં ક્રિકેટ સ્ટેડીયમ સામે આવેલ ચબુતરા પાસે જે ખુલ્લી જગ્યા છે તેમા ચોમાસામાં ગારો-કીચડ કે ગંદકી ન ફેલાય તે માટે પેવિંગ બ્લોક નાખવાની દરખાસ્ત આ તમામ દરખાસ્તોને ચેરમેન ઉદય કાનગડે લીલીઝંડી આપી હતી.

ડ્રેનેજ અને રસ્તા સહિતના ઝોનલ કોન્ટ્રાકટો અપાશે

જ્યારે આ સ્ટેન્ડીંગ કમિટીમાં આગામી ૨૦૨૦-૨૧ એમ બે વર્ષ માટે રસ્તાના ઝોનલ કામનો કોન્ટ્રાકટ ડ્રેનેજના ઝોનલ કામનો કોન્ટ્રાકટ અને પાણીની લાઈનોના રીપેરીંગના ઝોનલ કામના કોન્ટ્રાકટો તેમજ મેશનરી કામના ઝોનલ કોન્ટ્રાકટો વગેરે મંજુર કરાવેલ.

૬ સ્થળે ગેન્ટ્રી બોર્ડ નખાશે

સોમવારે મળનાર સ્ટેન્ડીંગ કમિટીમાં શહેરના ૬ રાજમાર્ગો ઉપર ગેન્ટ્રી બોર્ડ એટલે કે રસ્તાની વચ્ચોવચ્ચ ઉંચાઈ ઉપર નાખવામાં આવતા જાહેર ખબરના હોર્ડિંગ્સ બોર્ડનો કોન્ટ્રાકટ વિવિધ એજન્સીઓને આપવાની દરખાસ્ત છે. જેમાં મોરબી રોડ ઉપર (૧) અમદાવાદ બાયપાસ રોડ સર્કલે ૬.૧૨ લાખના વાર્ષિક ભાડાથી ધ સંદેશ લી. (૨) ગોંડલ રોડ જૂના જકાતનાકા પાસે ૪.૪૪ લાખના વાર્ષિક ભાડાથી ધ કેમ્પેઈન એડ. (૩) કાલાવડ રોડ સોની સેન્ટર પાસે ૧૨.૯૯ લાખના વાર્ષિક ભાડાથી ચિત્રા (બી.) પબ્લિસીટી કાું. (૪) બહુમાળી ભવન ચોક, નર્મદા ડેમ મોડલ પાસે ૬.૯૬ લાખના વાર્ષિક ભાડાથી ચિત્રા (બી.) પબ્લિસીટી કાું. (૫) એરપોર્ટ રાજકૃતિ એપાર્ટમેન્ટ પાસે ૩.૪૦ લાખના વાર્ષિક ભાડાથી કામદાર એડ. (૬) કાલાવડ રોડ જૂના જકાતનાકા પાસે ૯.૧૭ લાખના વાર્ષિક ભાડાથી સાકેત એડવર્ટાઈઝીંગ એન્ડ માર્કેટીંગ વગેરેને ૨૦૨૪ સુધીનો ગેન્ટ્રી બોર્ડનો કોન્ટ્રાકટે મંજૂર કરાયેલ. જેમાં દર વર્ષે ભાડામાં ૬ ટકાનો ભાવ વધારો તંત્રને આપવાનો રહેશે. આમ પ્રથમ વર્ષે ઉપરોકત ગેન્ટ્રી બોર્ડથી કોર્પોરેશનને ૪૩.૯ લાખથી વધુની આવક થશે.

૧પ જુન પછી વૃક્ષારોપણ માટે વોર્ડ ઓફીસેથી ટ્રી-ગાર્ડનુ વિતરણઃ ઉદય કાનગડ

રાજકોટ : આજની સ્ટેન્ડીંગ કમીટીમાં આગામી ચોમાસમાં વૃક્ષારોપણ માટે ૬૦૦૦ નંગ, ટ્રી-ગાર્ડ પ્રતિ નંગ રૂ. ૧૦૯૧ નાં ભાવથી કુલ રૂ. ૬પ,૪૬,૦૦૦ નાં ખર્ચે બાલ્વીકૃપા ઇન્ડસ્ટ્રીઝમાંથી ખરીદવાનું મંજૂર થયેલ.  આ તકે ચેરમેન શ્રી કાનગડે જાહેર કરેલ કે ૧પ જૂન પછી શહેરની દરેક ઝોન ઓફીસ તથા વોર્ડ ઓફીસેથી રાહતદરે અથવા તો કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી ટ્રી-ગાર્ડનું વિતરણ શરૂ કરી દેવાશે.

(4:02 pm IST)