Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

ઓમ શનિદેવતાભ્યો નમઃ .... રાજકોટમાં શનિદેવની જન્મ જયંતિની વિશેષ ઉજવણી

રાજકોટ : કપરમાં કપરા કષ્ટને હરી લેવાની શકિત ધરાવતા શનિદેવની આજે જન્મ જયંતિ હોય શહેરભરમાં ભાવિક ભકતો દ્વારા આસ્થાભેર ઉજવણી કરાઇ હતી. શનિદેવનું જન્મ સ્થાન ગણાતા પોરબંદર પાસેના હાથલા ગામે આજે ધામધુમભર્યુ ઉત્સવી આયોજન થયુ હતુ. તો રાજકોટમાં પણ જયુબેલી બાગ, કાલાવાડ રોડ, લક્ષ્મીનગર સહીતના સ્થળોએ આવેલ શનિદેવતાના મંદિરોમાં આજે વહેલી સવારથી વિશેષ પૂજન અર્ચનના કાર્યક્રમો હાથ ધરાયા હતા. જયોતિષ શાસ્ત્રમાં શનિદેવનુ઼ વિશેષ મહાત્મ્ય છે. સોમવતી અમાસ અને શનિ જયંતિ નિમિતે રામેશ્વર મહાદેવ મંદિર, ખોડીયાર મંદિરે આજે સાંજે પ વાગ્યે ધૂન કીર્તન અને ૭.૨૫ વાગ્યે મહાઆરતી રાખેલ છે. પ્રમુખ નિલેશભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ હસમુખસિંહ ગોહીલ સહીતના ટ્રસ્ટી મંડળ દ્વારા ધર્મપ્રેમીજનોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. તસ્વરીમાં રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલ શનિદેવના મંદિરોમાં થઇ રહેલ પૂજન અર્ચન દર્શનના દ્રશ્યો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(12:19 pm IST)