Gujarati News

Gujarati News

News of Monday, 3rd June 2019

પાંચ દરોડામાં ૮ લાખ ૨૦ હજારનો દારૂ ઝડપી લેતી રાજકોટ પોલીસ

બી-ડિવીઝન, થોરાળા, એ-ડિવીઝન અને યુનિવર્સિટી પોલીસના જુદા-જુદા સ્થળે દરોડા

રાજકોટઃ શહેર પોલીસે જુદા-જુદા પાંચ દરોડામાં રૂ. ૭,૯૪,૮૦૦નો દારૂ ઝડપી લીધો છે. જેમાં બી-ડિવીઝન પોલીસે ૬,૩૪,૦૦૦નો, તેમજ અન્ય દરોડામાં ૨૫ હજારનો, એ-ડિવીઝન પોલીસે ૪૨ હજારનો, થોરાળા પોલીસે ૨૮૮૦૦નો અને યુનિવર્સિટી પોલીસે ૯૦ હજારનો દારૂ કબ્જે કર્યો હતો.

બી-ડિવીઝન પોલીસનો દરોડો

રાજકોટઃ બી-ડિવીઝન પોલીસ મથકના ડી. સ્ટાફના હેડકોન્સ. વિરમભાઇ ધગલ, કોન્સ. એભલભાઇ બરાલીયા, કોન્સ. મહેશભાઇ ચાવડાની બાતમી પરથી આડા પેડક રોડ પર બગીચાની સામે સર્વિસ રોડ તથા હાઇવેની વચ્ચે આવેલા પાર્કિંગની જગ્યામાંથી જીજે૩બીડબલ્યુ-૧૩૧૭ નંબરની બોલેરો પીકઅપવેન પકડી લેવાઇ હતી. જેમાંથી રૂ. ૬,૩૪,૦૦૦નો ૧૮૧૨ બોટલ ડ્રાઇ જીન દારૂ મળી આવતાં કબ્જે કરી ૫ લાખની બોલેરો મળી કુલ રૂ. ૧૧,૩૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વાહન નંબરને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. વી.જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં એએસઆઇ એસ. ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, કોન્સ. એભલભાઇ બરાલીયા, મહેશભાઇ ચાવડા, હંસરાજભાઇ ઝાપડીયા, કિરણભાઇ પરમાર, કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી પરથી આ કામગીરી થઇ હતી. દારૂ અને વાહન કોના છે? તે અંગે વિશેષ તપાસ થઇ રહી છે.

આ ઉપરાંત બી-ડિવીઝન પોલીસે જ મોરબી રોડ બાલાજી પાર્ક-૩માં રહેતાં દિનેશ ભાણજીભાઇ ડોડીયા (ઉ.૭૦)ને રૂ. ૨૫૨૦૦ના ૭૨ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

થોરાળા પોલીસની કામગીરી

 થોરાળા પોલીસે આરએમસી ઓફિસ પાછળ રાવણ ચોકમાં રામજી મંદિરની આગળ બંધ શેરીમાં રહેતાં યશ ઉર્ફ ભોલુ ગોરના ઘરે દરોડો પાડી રૂ. ૨૮,૮૦૦નો ૭૨ બોટલ દારૂ ઝડપી લીધો હતો. આ શખ્સ ઘરે હાજર નહોતો. ઇન્ચાર્જ પી.આઇ. વી. કે.ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.ડી. જાદવ, હેડકોન્સ. ભુપતભાઇ, કોન્સ. નરસંગભાઇ, કનુભાઇ, વિજય મેતા, રોહિતભાઇ, સહદેવસિંહ, દિપકભાઇ, આશીષભાઇ સહિતે આ દરોડો પાડ્યો હતો.

એ-ડિવીઝન પોલીસનો દરોડો

એ-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.વી. સાખરા અને હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજાની બાતમી પરથી સોરઠીયા પ્લોટ બાળ મંડળ પાછળ દરોડો પાડી રૂ. ૪૨૦૦૦નો ૮૪ બોટલ દારૂ કબ્જે કરાયો હતો. પોલીસને જોઇ હિતેષ ભનુભાઇ પરમાર ભાગી ગયો હતો. પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ સાખરા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, ઇન્દુભા, વિરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, મેરૂભા ઝાલા, હાર્દિકસિંહ સહિતે આ કામગીરી કરી હતી.

યુનિવર્સિટી પોલીસે તબેલામાં છુપાવાયેલો દારૂ પકડ્યો

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. રવિરાજસિંહ જાડેજાની બાતમી પરથી ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૬ પાછળના ભાગે ઘોડાના તબેલામાં દરોડો પાડી ઘઘાંચી નીચે સંતાડાયેલો રૂ. ૯૦ હજારનો ૩૦૦ બોટલ દારૂ તથા ૧૩ કેરેટ કબ્જે કરાયા હતાં. પોલીસે ધરમનગર કવાર્ટર નં. ૨૬/૭૪૬માં રહેતાં નિતિન ઉર્ફ લાંબો મનહરલાલ દેવનાણી (સિંધી) (ઉ.૩૧)ને પકડી લીધો હતો. ફ્રુટનો ધંધો કરતો આ શખ્સ મુળ જામખંભાળીયાનો વતની છે.

એસીપી પી. કે. દિયોરા, એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, રાજેશભાઇ મિંયાત્રા, રવિરાજસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો.

માલવીયાનગર પોલીસે ૩ બોટલ સાથે દેવાંગને પકડ્યોઃ કવિનું નામ ખુલ્યું

જ્યારે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ જે. એસ. ચંપાવત, કોન્સ. અંકિત નિમાવત સહિતે ગોકુલધામ આરએમસી કવાર્ટર બ્લોક નં. ૨૧/૧૫૧૫માં રહેતાં દેવાંગ ઉર્ફ દેવરાજ સંજયભાઇ પરમાર (ઉ.૨૧) ને રૂ. ૧૮૦૦ના ૩ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. આ દારૂ કવાર્ટર નં. ૧૯/૧૫૨૩માં રહેતાં હાર્દિક ઉર્ફ કવિ હરેશભાઇ સોલંકીએ આપ્યાનું ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

પ્ર.નગર પોલીસે ૬૭ બોટલ દારૂ પકડ્યોઃ અબ્દુલની શોધખોળ

અન્ય દરોડામાં પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં ડી. સ્ટાફની ટીમે જામનગર રોડ સ્લમ કવાર્ટર લાખાબાપાની વાડી પાસે ચાંદની ચોકમાં દરોડો પાડી રૂ. ૨૪૦૦૦ની ૪૮ બોટલ વ્હીસ્કી તથા ૭૬૦૦ની ૧૯ બોટલ જીન કબ્જે કબ્જે લઇ એક બાઇક પણ જપ્ત કર્યુ હતું. અબ્દુલ દાઉદભાઇ લંજા ઘરે મળ્યો નહોતો.

(11:55 am IST)