Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

શ્રી રામ જલારામ સદાવ્રત દ્વારા ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં રામથાળનો પ્રારંભ

દર્દીઓ, તેમના સગા, હોસ્પિટલના સ્ટાફને પણ અપાય છે ભોજનઃ બે એમ્બ્યુલન્સ પણ અર્પણ

રાજકોટઃ લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ કોટક અને તેમના લઘુબંધુ જયેશભાઈ કોટકની કંપની જે.પી. ઈસકોન ગ્રુપ અને તેમના સાથી મિત્રો દ્વારા ચાલતા શ્રી રામ જલારામ સદાવ્રત કે જેના દાતા શ્રી મુકુંદભાઈ હરીભાઈ ઠકકર (દુબઈ), શ્રી વિપુલભાઈ કાન્તીભાઈ ઠકકર (કુવાડવા વાળા), શ્રી વિપુલભાઈ વલ્લભભાઈ ઠકકર તથા શ્રી સુભાષભાઈ બી. ઠકકર, યોગેશભાઈ કનુભાઈ પુજારા (હારીજ) છે.

રાજય સરકાર દ્વારા નવર્નિર્મિત ૯૦૦ બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ જી.એમ. ડી.સી. ખાતે તમામ દર્દીઓ, મેડીકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ફાટ, સિકયુરીટીના તમામ જવાનોને તેમજ દર્દીના સગાઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરશે.

વૈશ્વિક મહામારી કોરોનામાં સરકારશ્રીને મદદરૂપે થવાના ભાગરૂપે જે.પી.ઈસ્કોન ગ્રુપ અને શ્રી રામ જલારામ સદાવ્રત દ્વારા ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં બે શબવાહીની વિનામૂલ્યે આપવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.

જી.એમ.ડી.સી. હોસ્પિટલ ખાતે આ ભગીરથ કાર્યમાં અજયભાઈ (લાલાભાઈ) ઠકકર, હર્ષદરાય ઠકકર (મંત્રી), જીતુભાઈ ઠકકર (જે.ડી.), ધર્મેશ ઠકકર (લાલો બજાજ) તથા નિગમ પટેલ સેવારત હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:15 pm IST)