Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

નિઃશુલ્ક આરટીપીસીઆર ટેસ્ટ માટે આજથી ભાજપ કાર્યાલય ખાતેથી ટોકન વિતરણઃ ઉદય કાનગડ

જરૂરીયાતમંદ દર્દીઓ ફ્રી ટેસ્ટ કરાવવા માટે ઓરીજનલ રેશનકાર્ડ સાથે રાખીને કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય, ૩૦/૩૯-કરણપરા, એસ.ટી.બસ સ્ટેશન ખાતેથી સવારે ૧૦ થી ૧ર સાંજે પ થી ૭ દરમ્યાન ટોકન મેળવી શકશે. પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને શહેરના પૂર્વ મેયર ઉદય કાનગડ તરફથી ગરીબ દર્દીને મુશ્કેલી ન પડે તે માટે રૂપિયા ૭ લાખનું અનુદાનઃ૧૦૦૦ જરૂરીયાતમંદ દર્દીઓ નિઃશુલ્ક ટેસ્ટ કરાવી શકશે.

રાજકોટ તા. ૩ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્યું છે  કે હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સી.આર.પાટીલજીએ આપેલ 'સેવા એ જ સંગઠન' ના મંત્રને સાકાર કરવાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરભરમાં વિવિધ સેવાકાર્યો કાર્યરત છે ત્યારે હાલમાં કોરોનાની બીજી લ્હેરમાં સંક્રમીત થયેલા લોકો માટે આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરતી લેબોરેટરીમાં વ્યકિતદીઠ રૂ.૭૦૦ જેવો ખર્ચ થાય છે. ત્યારે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને શહેરના પૂર્વ મેયર ઉદય કાનગડે સંવેદનશીલ વલણ દાખવી રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી શરૂ થયેલ આરટીપીસી ડ્રાઇવર થ્રુ ટેસ્ટ દરમિયાન કોઇ જરૂરીયાતમંદ દર્દીને જરૂર પડે તો ડોકટરના પ્રીસ્ક્રીપ્શન ઉપર વિનામુલ્યે ટેસ્ટ લેબોરેટરી કરી આપે તે માટે રૂ. ૭ લાખનું અનુદાન આપેલ છે જેનાથી ૧૦૦૦ જરૂરીયાતમંદ દર્દીઓ આરટીપીસીઆર ટેસ્ટ વિનામુલ્યે કરાવી શકે.

ત્યારે આ આરટીપીસીઆર ટેસ્ટ નિઃશુલ્ક કરાવવા માટેના ટોકન મેળવવા માટે જરૂરીયાતમંદ દર્દીઓ સવારના ૧૦ થી ૧ર અને સાંજ પ થી ૭ દરમ્યાન ઓરીજનલ રેશનકાર્ડ સાથે રાખીને રાજકોટ શહેર ભાજપ કાર્યાલય, ૩૦-૩૯ કરણપરા, એસ.ટી.બસ સ્ટેશન પાછળ, ખાતેથી ટોકન મેળવી શકશે તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડની યાદીમાં જણાવેલ છે.

(4:13 pm IST)