Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

એપ્રીલમાં મનપાએ ૧૦૮ દુકાનો સીલ કરી

જગ્યા રોકાણ વિભાગે કોરોના સંક્રમણ ઓછુ કરવા લીધેલા પગલા : માસ્ક નહિ પહેરનારા પાસેથી ૧૭ હજારનો દંડ વસુલ્યોઃ ૬૫૦ કિલો શાકભાજીનો નાશઃ ૬૫ રેકડી-કેબીન સહિતની વસ્તુઓ જપ્ત

રાજકોટ, તા. ૩ :. શહેરમાં કોરોના સંક્રમણ ઓછું ફેલાય તે માટે મ.ન.પા.ના જગ્યા રોકાણ વિભાગે એપ્રિલ મહિનામાં ભીડ એકત્રીત થતી હોય તેવી ૧૦૮ દુકાનોને સીલ લગાવી દીધા હતા. ઉપરાંત માસ્કનો દંડ વસુલ્યો હતો. તેમજ રસ્તા પરની રેકડી, કેબીનો, પાથરણાઓના દબાણો દૂર કર્યા હતા જેની વિગતો આ મુજબ છે.

૪૨ રેકડી-કેબીનો પેડક રોડ, પુષ્કરધામ રોડ, નાનામૌવા રોડ, જ્યુબેલી માર્કેટ, ચંદ્રેશનગર હોકર્સ ઝોન, પરાબજાર, મોચીબજાર, રૂડાનગર-૧માંથી જપ્ત કરાઈ.

૨૩ પરચુરણ વસ્તુઓ ફુલછાબ રોડ, જ્યુબેલી માર્કેટ, જીવરાજ પાર્ક, શનિવારી, રૈયા રોડ, પંચાયત ચોક, મોચીબજાર વગેરે સ્થળેથી જપ્ત કરી નાશ કરેલ.

૧૭૦૦૦નો માસ્કનો દંડ હનુમાન મઢી, કોઠારીયા રોડ, આશ્રમ રોડ, નાનામૌવા રોડ, કુવાડવા રોડ, જામટાવર વગેરે સ્થળેથી વસુલ્યો છે. આનંદ સાગર પાન, અરિહંત ડેરી, ઠાકરધણી ટી સ્ટોલ, ઈઝી બેકરી, શિવ શકિત ટી સ્ટોલ, માહિન ભજીયા હાઉસ, ક્રિષ્ના સ્ટેશનરી એન્ડ ફલાવર શોપ વગેરે સહિત ૧૦૮ સ્થળો સીલ કર્યા હતા.

(4:12 pm IST)