Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

જિલ્લા પંચાયતમાં સામાન્ય ચૂંટણી પછી બે મહિનામાં બે બેઠકો ખાલી થયાની પ્રથમ ઘટના

કોરોનાએ ભાજપના એક અને કોંગીના એક સભ્યનો ભોગ લીધો

રાજકોટ, તા. ૩ :. જિલ્લા પંચાયતમાં કોરોનાના કારણે બે સભ્યોના અને એક મહિલા સભ્યના પતિનું અવસાન થયાની દુઃખદ ઘટના બની છે.

શિવરાજપુરના કોંગી સભ્ય રણજિતભાઈ મેણિયાના અવસાન બાદ ૫ દિવસમા સાણથલીના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભૂવાએ કોરોનાના કારણે જીવ ગુમાવતા બે બેઠકો ખાલી પડી છે.

સામાન્ય ચૂંટણી પછી ટૂંકાગાળામાં બે સભ્યોના અવસાનથી બે બેઠકો ખાલી પડયાની કરૂણ ઘટના જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત બની છે. હવે ભાજપનું સંખ્યાબળ ૨૪ સભ્યોનું અને કોંગીનું સંખ્યાબળ ૧૦ સભ્યોનું રહ્યુ છે. બન્ને બેઠકોમાં ૩ મહિનામાં પેટાચૂંટણી આવવા પાત્ર છે.

(4:10 pm IST)