Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજકોટમાં યુવાધનનો વેકસીનેશન માટે જબ્બર પ્રતિસાદઃ ૫ મે સુધી તમામ સ્લોટ ફુલ

શનીવારે ૭પ૦૦ રવિવારે ૪૮૦૬ તથા આજે બપોર સુધીમાં ૩પ૪૮ સહીત કુલ ૧પ,૮પ૪ યુવાનોએ પ્રથમ ડોઝ લીધો

રાજકોટ, તા. ૩ : કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તા.૧ મેથી વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે યુવાનોમાં વેકિસન મુદ્દે જાગૃતિના લીધે રજિસ્ટ્રેશન વધ્યું હોવાથી મોટાભાગના વેકિસન સેન્ટરો ઉપર તા.૫ મે સુધીના તમામ સ્લોટ ફૂલ થઈ ગયા છે. જયારે ૬ અને ૭ તારીખ માં ૧૦ થી વધુ સેન્ટરોમાં પણ રજીસ્ટ્રેશન ફુલ થઇ ગયું છે. એટલે હવે કોઇને વેકિસન માટે નવા રજિસ્ટ્રેશનમાં સ્લોટ માટે ત્રણથી ચાર દિવસની રાહ જોવી પડશે. છેલ્લા ૩ દિવસમાં અંદાજીત  ૧૬ હજાર યુવાનોએ વેકસીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.

મ.ન.પા. દ્વારા રસીકરણ ઝુબેશ અંતર્ગત શહેરમાં ૪૫ જેટલા વેક્નીનેશન સેન્ટર શરૂ કરાયા છે અને ૧મેએ ૧૮થી ૪૫ વર્ષની વયના લોકોએ કોવિડ વેકસીન માટે ઓનલાઈન એપાઈન્ટમેન્ટ લીધી હતી. જેમાં શનિવારે ૭પ૦૦, રવિવારે ૪૮૦૬ તથા આજ બપોર સુધીમાં ૩પ૪૮ યુવાનોને કોવીડની રસી આપવામાં આવી હતી.

શહેરમાં કોરોના વોરીયર્સ, સિનીયર સીટીઝન સહીત કુલ આજે બપોર સુધી ૩૦ર૯ વ્યકિતને કોવીડ વેકસીન આપવામાં આવી હતી.

(4:09 pm IST)
  • આંધ્રપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા, રાજ્યમાં 5 મેં થી 14 દિવસ માટે આંશિક કર્ફ્યુ લાગુ કરવામાં આવશે : બધી દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલી શકશે અને ફક્ત આવશ્યક સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે access_time 8:38 pm IST

  • વડાપ્રધાનનું નવુ નિવાસસ્થાન ૨૦૨૨ના અંત સુધીમાં તૈયાર થઈ જશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અત્યાધુનિક નવુ નિવાસસ્થાન ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં તૈયાર થઈ જશે : જેમાં એસપીજી નિવાસસ્થાનનો પણ સમાવેશ થાય છે : ઉપરાષ્ટ્રપતિના નવુ મકાન પણ મે ૨૦૨૨ સુધીમાં તૈયાર થઈ જશે : સેન્ટ્રલવિસ્ટા પ્રોજેકટ હેઠળ વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનો પણ ૧૩૪૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના બાકીના બિલ્ડીંગો માટે કેન્દ્ર સરકારે જરૂરી પર્યાવરણ મંજૂરી આપી દીધી છે : સત્તાવાર જાહેરાત હવે પછી થશે. (ન્યુઝ ફર્સ્ટ) access_time 1:20 pm IST

  • બિહાર પછી મધ્યપ્રદેશમાં પણ તમામ પત્રકારોને હવે કોરોના ફ્રન્ટલાઈન વર્કર ગણવામાં આવશેઃ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરેલી જાહેરાતઃ આ આદેશ પછી હવે પત્રકારોને ફ્રન્ટલાઈન વર્કર ગણી પ્રાથમિકતાના ધોરણે કોરોના વેકસીન આપવામાં આવશે access_time 4:07 pm IST