Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

કુંદન હોસ્પીટલની ઘટના અંગે તપાસ શરૂ કરતા સીટી પ્રાંત ગઢવીઃ ગત ર૩મીએ ઓકસીજનના અભાવે રના મોત થયા'તા...

મોરબીના રસીલાબેનને ડોકટરે રજા આપી છતાં ગયા ન હોવાનું ખૂલ્યું: કુલ ૪ મોતમાં બેના તો પીએમ પણ થયા નથી : તપાસમાં મેડીકલ કોલેજની બે પ્રોફેસરો પણ સામેલઃ પોલીસ પાસેથી એફઆઇઆર નકલ મંગાવાઇ...

રાજકોટ તા. ૩ :.. રાજકોટમાં પ્રાયવેટ કુંદન કોવીડ હોસ્પીટલમાં ગત તા. ર૩ એપ્રિલના રોજ ઓકસીજનના અભાવે ૪ના મોત થયા હતા, તેમાં હોસ્પીટલના સંચાલકોએ જણાવેલ કે રના મોત તો તેમની સ્થિતિ ખરાબ હોવાને કારણે થયા છે, તેમના મોત ઓકસીજનના અભાવે થયા તેવી બાબત નથી, પરંતુ મોરબીના રસીલાબેન અને રાજકોટના એક યુવક ખાનપરાના મોત ઓકસીજનના અભાવે થયાનું બહાર આવ્યું હતું.

આ પછી ર૩ મીએ ઉપરોકત બંનેના પરિવારજનોએ હોસ્પીટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો, ધમાલ મચી ગઇ હતી, પરીણામે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ દોડી ગઇ હતી.

દરમિયાન આ બાબતે જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને તપાસના આદેશો કરી સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવીને તપાસ સોંપી હતી, પ્રાંત શ્રી ગઢવીએ આજથી તપાસ શરૂ કરી દિધી છે, તેમની સાથે તપાસ ટીમમાં મેડીકલ કોલેજના બે પ્રોફેસરો પણ સામેલ છે.

આજથી તપાસનીશ ટીમ દ્વારા ડોકટરોના નિવેદન, ઓકસીજનના અભાવે મૃત્યુ પામનાર બે વ્યકિતના પરીવારજનોના નિવેદન, ઓકસીજન પ્લાન્ટ-નવી-લાઇન-મીટર વિગેરેના પુરાવા એકત્ર કરાઇ રહ્યા છે, પોલીસમાં જે ફરીયાદ થઇ તેની નકલ મંગાવાઇ  છે.હાલ તપાસમાં એવુ પણ ખૂલ્યું છે કે મોરબીના જે રસીલાબેનનું મૃત્યુ થયું તેમને ડોકટરે રજા આપી દિધી હતી, પરંતુ તેઓ હોસ્પીટલ છોડી ગયા ન હતા, તો મરનાર ૪ માંથી બેનું તો પી. એમ. પણ થયું નથી કે તેમના પરિવારજનોએ કરાવ્યું નથી, તપાસ અંદાજે ૮ દિવસ ચાલશે અને ત્યારબાદ સીટી પ્રાંત-૧ શ્રી ગઢવી કલેકટરને રીપોર્ટ સોંપશે. (પ-રપ)

 

બાલક હનુમાન ચેરી. ટ્રસ્ટ દ્વારા કોરોના દર્દીઓ માટે નિસ્વાર્થ ભાવે ઓકસીજન સિલીન્ડરની સુવિધા

રાજકોટઃ શહેરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ વિવિધ સેવાઓ કરી માનવતાનું ઉદાહરણ પુરૃં પાડી રહ્યા છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં પેડક રોડ પર આવેલ બાલક હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા રપ દિવસથી કોરોના દર્દીઓને નિઃસ્વાર્થ ભાવે ઓકસીજનની સીલીન્ડરની સુવિધા પુરી પાડી રહ્યા છે. આ સંસ્થા દ્વારા સમયાંતરે અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે.

(3:24 pm IST)