Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજકોટ એસ.ટી.ના ૯ ડેપોમાં આજે વધુ ર૦ બસ રૂટ રદઃ આજે ૧ર મુસાફરો કોરોના વાળા નીકળ્યા

આજ સુધીમાં કુલ ૩૦૦ રૂટ બંધઃ ધડાધડ બસો બંધ કરાય છે

રાજકોટ તા. ૩ :.. રાજકોટ એસ.ટી.ની માઠી બેઠી છે, કોરોનાને કારણે મુસાફરો સાવ નહિવત આવતા હોય, આજે વધુ ર૦ બસ રૂટ બંધ કરી દેવાતા આ સાથે આજ સુધીમાં કુલ ૩૦૦ રૂટ બંધ કરી દેવાતા રોજીંદી આવકમાં જબરૂ ગાબડુ પડયું છે.

આજે રાજકોટ સહિત કુલ ૯ ડેપોની વધુ ર૦ બસો રદ થવા ઉપરાંત આજે રાજકોટ ડેપો ઉપર ૬પ મુસાફરોનો ટેસ્ટ કરાતા વધુ ૧ર મુસાફરો કોરોના પોઝીટીવ મળતા તમામને હોમ આઇસોલેશન કરી દેવાયા છે, મુસાફરોને અભાવે ધડાધડ બસો રદ થઇ રહી છે, કુલ પ૦૦ બસમાંથી ૩૦૦ બસ રૂટ બંધ થતા ૬૦ ટકાથી વધુ ટ્રાફીક બંધ થઇ ગયો છે.

(11:50 am IST)