Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે જંગ હાર્યા : જસદણ તાલુકાની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું નિધન

રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયતના વધુ એક સભ્ય કોરોના સામે જંગ હાર્યા છે જસદણ તાલુકાની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું નિધન થયું છે, છેલ્લા 20 દિવસથી રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ હતા તેઓએ આજે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા,

 જસદણ વિસ્તારમાં શિવરાજપુર બેઠકના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય રણજીતભાઇ મેણીયાનું પાંચ દિવસ પહેલા કોરોનાથી અવસાન થયેલ હતું, જસદણ પંથકમાં શોકનો માહોલ છવાયો છે

(8:13 pm IST)
  • ભાવનગર-બોટાદના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના પોઝિટિવ આવેલ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને જાણ કરી છે. ભારતીબેન હોમ કોરોન્ટાઈન થયા છે. પોતાના સંપર્કમાં આવેલ તમામ લોકોને રિપોર્ટ કરાવી લેવા વિનંતી કરી છે. ભાવનગર-બોટાદના સાંસદ ભારતીબેન શિયાળને કોરોના પોઝિટિવ આવ્યો access_time 5:56 pm IST

  • શ્રીલંકાના ક્રિકેટર થીસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લીધી access_time 4:06 pm IST

  • જામજોધપુર તાલુકાના ગોપ ગામે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો : પવન ફૂંકાતા અને વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુક્સાનીની ભિતી. (તસ્વીર : દર્શન મકવાણા) access_time 6:14 pm IST