Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રાણપુરમાં વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો કાર્યક્રમ

રાજકોટઃ બોટાદ જિલ્લાના રાણપુર શ્રીમતિ ચંપાબેન સુખલાલ ગદાણી હાઇસ્કૂલ-વિદ્યામંદિરમાં વાર્ષિક ઉત્સવમાં તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ, સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે છાત્ર-છાત્રાઓ, વાલી, જનસમાજમાં અંધશ્રદ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો જનજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. વિજ્ઞાન શિક્ષકો અને શિક્ષિત લોકોમાં ઢગલાબંધ અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાના દર્શન ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરકારી તંત્રે જાથાનો કાર્યક્રમ હોય વિશેષ પોલીસ બંદોબસ્ત ફાળવ્યો હતો. કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્ઘાટન સંચાલક સંજીવકુમાર ગદાણી, ભુપતભાઇ મકાણી, જીવાભાઇ કાળોતરા, કનકબેન સાપરા, સંજીવકુમાર ગદાણીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સંચાલક સંજીવકુમાર ગદાણીએ જણાવ્યું કે જાથાના કાર્યક્રમની વર્ષોથી ઇચ્છા હતી જે આજે ફળીભૂત થઇ છે તેનો અનહદ આનંદ છે. દેશમાં અંધશ્રદ્ધાના નામે વેપાર થાય છે તે દુઃખદ છે. દેશને ભારોભાર નુકશાન છે. વ્હેમ, અંધશ્રદ્ધા, ચમત્કારોને જાકારો આપવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં યોગરાજસિંઘ ચુડાસમા, નરેન્દ્રભાઇ દવે, જીવાભાઇ રબારી, પ્રવિણસિંહ મોરી, ધારાબેન ત્રિવેદી, નયનભાઇ સાવધરીયા, કૌશરભાઇ કલ્યાણી, સુરેન્દ્રનગર જિલ્લાના સમાજ સુધારક સરલભાઇ મોરી, અનેક આગેવાનોએ હાજરી  આપી હતી. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ છાત્ર-છાત્રાઓ, વાલીને સંબોધતા જણાવ્યું કે માનવીનું વર્તન, વ્યવહાર, કર્મ ર૧ મી સદીને અનુરૂપ હોવું જોઇએ. પુરૂષાર્થ, વાસ્તવવાદ, વિજ્ઞાનને અનુસરવાથી મહત્તમ ફાયદા મળે છે માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મની જયોત ઘરે ઘરે પ્રજવલ્લીત રાજયમાં પોતાના ગામ કે શાળા, છાત્રાલયમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ વિજ્ઞાન જાથા ભવન, ૧, જીવનનગર, રૈયા રોડ, રાજકોટ-૭. મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે. તસ્વીરમાં રાણપુરના સી.એસ. ગદાણી હાઇસ્કૂલમાં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમનું ઉદ્દઘાટન સંજીવકુમાર ગદાણી કરે છે. બાજુમાં રાજીવભાઇ, આગેવાનો સાથે જયંત પંડયા નજરે પડે છે. પ્રયોગ નિદર્શનમાં એકના ડબલ, હાથમાંથી કંકુ-લોહી નીકળવું પ્રયોગ શીખવતા જાથાના જયંત પંડયા નજરે પડે છે.

(4:11 pm IST)