Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

જૈન સોશ્યલ એકટીવીટી કલબ દ્વારા જુનમાં પરિચય મેળાનું આયોજન

જૈન સમાજના ચારેય ફિરકાના યુવક- યુવતિઓ ભાગ લઈ શકશેઃ ફોર્મ વિતરણ શરૂ

રાજકોટ,તા.૩: જૈન સોશ્યિલ એકટીવીટી કલબ દ્વારા જૈન અતુટ બંધન યુવક- યુવતી પરીચય મેળો- ૨૦૧૯નું આયોજન આગામી તા.૧૬જુનને રવિવારે વીવીપી એન્જીનિયરીંગ કોલેજ ખાતે કરવામાં આવ્યુ છે.

આ પરીચય મેળામાં ચારેય ફીરકાઓના જૈન યુવક- યુવતિઓ ભાગ લઈ શકશે. આ માટેના ફોર્મ બાલાજી માર્કેંટીંગ- રૂડાનગર-૧ શેરીનં-૭, વૃંદાવન સોસાયટી પ્લોટનં૧૪૮, શકિત પ્રોવિઝન સ્ટોર્સ સામે કાલાવડ રોડ (મો.૯૧૦૬૬ ૬૧૪૬૬) તથા અન્ય સ્થળેથી મળી શકશે.

ફોર્મ વિતરણ શરૂ થઈ ચુકયું છે. ફોર્મ ભરીને પરત આપવાની છેલ્લી તા.૩૧ છે. ફોર્મ ફી યુવક તથા યુવતીઓ માટે ૬૦૦ રૂપીયા રાખવામાં આવી છે. યુવક કે યુવતી સાથે આવનાર વાલીને ફી એન્ટ્રી મળશે તથા અન્ય સાથે આવનાર સભ્યની ફી રૂ.૩૦૦ લેવામાં આવશે.

પરીચય મેળો તા.૧૬ જુને સવારે ૯ વાગ્યાથી શરૂ થશે. સૌ પ્રથમ રજીસ્ટ્રેશન બાદ નવકારશી અને બપોરે જમણવારનું આયોજન કરાયું છે. તેમજ ભાગ લેનાર યુવક- યુવતીને પરીચય પુસ્તિકા આપવામાં આવશે.

પરિચય મેળામાં જીતેન્દ્રકુમાર મગનલાલ દેસાઈ (જીતુભાઈ ચા વાળા) (પ્રમુખ શ્રી માંડવીચોક, દેરાસર), હિતેષભાઈ મહેતા (પ્રમુખશ્રી શ્રમજીવી ઉપાશ્રય, રાજકોટ), સી.એમ.શેઠ (શેઠ બીલ્ડર્સ) પ્રમુખ શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી ઉપાશ્રય રાજકોટ, ધિરેનભાઈ ભરવાડા- જૈન સોશીયલ ગ્રુપ પૂર્વ પ્રમુખ, મિલનભાઈ કોઠારી  ચેરમેનશ્રી જૈન વિઝન, રાજકોટ, કમલેશભાઈ શાહ (એડવોકેટ) જૈન અગ્રણી રાજકોટ, અનિશભાઈ વાઘર પ્રમુખશ્રી યુનિવર્સિટી દેરાસર, બ્રિજેશભાઈ મહેતા જૈન યુવા પૂર્વ પ્રમુખ, રાજકોટ, ગીરીશભાઈ મહેતા જૈન યુવા એડવાઈઝર, રાજકોટ, હર્ષિલભાઈ શાહ જે.બી.ઓ.ફાઉન્ડર, રાજકોટ, રાજુભાઈ શાહ તંત્રીશ્રી નવકાર સાપ્તાહીક સુરેન્દ્રનગર, સુનિલભાઈ કોઠારી ટ્રસ્ટીશ્રી પંચવટી દેરાસર રાજકોટ તથા યોગેશભાઈ શાહ પૂર્વ પ્રેસીડેન્ટ જૈન યુવા, રાજકોટનો સહયોગ મળેલ છે.

અકિલા કાર્યાલય ખાતે પરિચય મેળા અંગે કેતનભાઈ સંઘવી (મો.૯૧૦૬૬ ૬૧૪૬૬), નિરવભાઈ તુરખીયા (મો.૯૬૬૨૬ ૦૬૩૦૩) , ભાવીકભાઈ વોરા (મો.૯૧૫૭૩ ૦૨૩૦૩) તથા ચિરાગભાઈ પટેલ (મો.૮૧૪૦૦ ૦૯૨૦૦) વિગતો આપી હતી. વધુ માહિતી માટે કલબના ઉપરોકત સભ્યોનો સંપર્ક કરી શકાય છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:37 pm IST)