Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

રવિવારે હસાવી- હસાવીને લોથપોથ કરી દેશે નાટક ''ખજૂરનું સ્વયંવર''

ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીનું નાટક હવે રાજકોટમાં ધૂમ મચાવશે

રાજકોટ,તા.૩: કોમેડી ગુજરાતી નાટક ''ખજૂરનું સ્વયંવર'' તા.૫ના રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે હેમુગઢવી હોલ ખાતે રજૂ થવા જઈ રહયું છે. નાના બાળકોથી લઈ સીનીયર સીટીઝન સુધી દરેક લોકોને ગમે એવું નાટક છે. પરિવાર સાથે માણી શકાય એવું આ નાટક છે.

આ નાટકના નિર્દેશક નીતિન જાની (ખજૂરભાઈ) તથા ફરઝાન કરંજીયા છે અને લેખક પોતે ખજૂરભાઈ એટલે કે, જાની છે. રાજકોટના ઓર્ગેનાઈઝર કેતન એ.ચોટાઈ છે તથા નાટકનું મેનેજમેન્ટ સાચી ઈવેન્ટના માલિક મનનભાઈ ચાવડા દ્વારા કરવામાં આવે છે.

આ નાટક પ્રથમવાર રાજકોટમાં આવ્યું  છે અને ખૂબ જ લોકપ્રિય બન્યું છે. ખાસ કરીને નાના બાળકો ખજૂરભાઈને ખૂબ જ પસંદ કરે છે. આ પહેલા આ નાટક અમદાવાદ, સુરત, બરોડા, ભાવનગર, નવસારી, બારડોલી અને વિદેશમાં દુબઈમાં પણ યોજાઈ ચુકયું છે અને એમાં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને રાજકોટમાં પણ ખુબ જ સારો પ્રતિભાવ  મળી રહ્યો હોવાનું  આયોજકોએ જણાવ્યું હતું.

નાટકમાં ખાસ એવો ભાગ છે જેમાં ખજૂરભાઈ પોતે પબ્લીકની (પ્રેષક ગણમાં) આવી લાઈવ કોમેડી કરે છે. તે દરમ્યાન લોકોને તેમની સાથે ફોટો પડાવવાનો મોકો મળે છે. ખજૂરભાઈની વાત કરીએ તો તે પોતે હાલ બારોડલીના વતની છે. તે આ લાઈનમાં યુ- ટયુબથી પ્રખ્યાત થાય છે. તેમની ચાર ચેનલ છે. ચાર ચેનલ વચ્ચે ત્રણ મીલીયનથી વધુ સબસ્ક્રાઈબર છે. બધી ચેનલ થઈ ૬૦૦થી પણ વધુ વિડીયો રીલીઝ થયા છે. ટિકિટ મેળવવા તેમજ વધુ માહિતી માટે મો.૮૧૨૮૯ ૨૩૫૮૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં નાટકના ઓર્ગેનાઈઝર કેતન ચોટાઈ, મનન ચાવડા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)