Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

અકસ્માત કરી ઇજા કરવાના કેસમાં એસ.ટી. ડ્રાઇવરનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ તા. ૩: અકસ્માત ઇજાના કેસમાં પકડાયેલ એસ.ટી. ડ્રાઇવરનો કોર્ટે નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના રહિશ પાર્થ કિશોરભાઇ લાઠીયાએ એસ.ટી. ડ્રાઇવર નાનજીભાઇ ભીખાભાઇ કાતરીયા, ઠે. નાડોદાનગર, શેરી નં. ૪, કોઠારીયા રોડ, રાજકોટના સામે ગફલત ભરી રીતે બસ ચલાવી ઇજા કરવાનો આક્ષેપ કરી પોલીસમાં ઇ.પી.કો. કલમ ર૭૯, ૩૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરેલ.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદી કેવલ તા. ર૦/પ/૧૭ના રોજ સવારે ૯:૪પ કલાકે સવારે રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પ્લેટફોર્મ ૮/૯ ઉપર ઉભા હતા ત્યારે જામનગરની મીની લકઝરી બસમાં ચડવા જતાં ધકકો લાગતા પડી ગયેલ. અને આરોપીના હવાલાવાળી બસનું આગળનું વ્હીલ ફરીયાદીના જમણા અંગુઠા ઉપર ફરી જતાં ફરીયાદીને ફ્રેકચરની ઇજા થયેલ, જે બનાવ અંગેની ફરીયાદ ફરીયાદીએ ''એ-ડીવીઝન'' પો. સ્ટે.માં નોંધાવેલ તપાસનીશ અધીકારીએ પુરતો પુરાવો મળી આવેલ છે. તેવું જણાવી ચાર્જશીટ કરેલ અને કેસ ચલાવવા માટે પેપર્સ કોર્ટને મોકલી આપેલ.

કોર્ટ તમામ સાક્ષીઓ અને પુરાવાઓ તપાસ્યા બાદ ઠરાવેલ છે કે આ બનાવ જયારે બન્યો ત્યારે બસ પ્લેટફોર્મ ઉપર મુકાતી હતી. ત્યારે ભીડનો ધકકો લાગવાથી ફરીયાદી પડી ગયેલ અને ફરીયાદ વાળો બનાવ બનેલ. આ બનાવમાં આરોપીએ પોતાના બસની ટકકર ઇજા પામનારને આપી હોય તેવું બનેલ નથી.

ફરીયાદ પા આરોપી સામેનો કેસ વ્યાજબી શંકાથી પર પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ નિવળેલ હોય પુરાવાના અભાવે આરોપી નાનજીભાઇ ભીખાભાઇ કાતરીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવે છે.

આ કામમાં આરોપી નાનજીભાઇ કાતરીયા વતી વિકાસ કે. શેઠ, અલ્પા વિ. શેઠ તથા વિવેકભાઇ ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(3:29 pm IST)