Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સોનાના ઘરેણાંની ઘડામણમાં વિશેષ વળતરની ઓફર

રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના દાગીનાની મજૂરીમાં 10 ગ્રામે 1250 રૂપિયાનું વળતર ;ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં 50 ટકાનું ડિસ્કાઉન્ટ

રાજકોટ તા;30 અક્ષય તૃતીયાના અવસરે રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના દાગીનાની મજૂરીમાં વિશેષ વળતર ઓફર કરાઈ રહયું છે એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના દાગીનાની મજૂરીમાં દસ ગ્રામે 1250 રૂપિયાનું વળતર તેમજ ડાયમંડ જવેલરીના મેકિંગ ચાર્જમાં 50 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરાયું છે

   ઝવેરી બજારમાં અક્ષય તૃતીયાના અવસરે અવનવી ડિઝાઇન કલાત્મક આભૂષણો સાથે ઘરેણાંની ઘડામણમાં વિશેષ વળતર ઓફર કરાતા ખરીદી વધવાની ધારણા છે

   સોનાના આભૂષણો અને ડાયમંડ જવેલરીના મજૂરીમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા ગ્રાહકોને જેન્યુન વળતર તા,2થી તા, 8 સુધી ઓફર કરાઈ છે જેને સારો પ્રતિસાદ મળી રહ્યાંનું વેપારીઓ જણાવી રહ્યાં છે

  દરમિયાન અક્ષય તૃતીયાના અવસરે શુકનવંતી ખરીદીને ગોલ્ડ ડીલર્સ એસોની વળતર યોજના પણ ખરીદી માટે ગ્રાહકોને પ્રેરિત કરશે તેમ મનાય છે અને ખરીદીનો ધમધમાટ સર્જાશે

  અક્ષય તૃતીયાના અવસર અને લગ્નસરાની સીઝન માટેની ખરીદી સહિતના સંયોગને કારણે ખરીદી વધશે તેવો આશાવાદ વેપારીઓમાં વ્યક્ત થઈ રહ્યો છે

(12:38 pm IST)