Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

કોઠારીયામાં ૬ વર્ષના કિશનનું માતાની નજર સામે ખાણમાં ડૂબી જવાથી મોત

રાજકોટ તા. ૩: કોઠારીયા ગામ પાસે  મેઇન રોડ પર સુમંગલ સોસાયટીના ગેઇટ પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં મુળ મધ્યપ્રદેશના પરિવારનો ૬ વર્ષનો પુત્ર માતાની નજર સામે ખાણમાં ડૂબી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.મુળ મધ્યપ્રદેશના જામાટા જીલ્લાના રાણપુર તાબેના નાગણખેડી ગામના અને હાલ સુમંગલ સોસાયટીના ગેઇટ પાસે ઝૂપડામાં રહેતાં મગનભાઇ કટારાનો પુત્ર કિશન (ઉ.૬) સાંજે સાડા પાંચેક વાગ્યે માતા  આજીડેમ પોલીસ મથકથી આગળ હાઉસીંગ બોર્ડ પાસેની ખાણ નજીક કપડા ધોવા જતી હોઇ સાથે ગયો હતો. તે વખતે તે  રમતો-રમતો પાણીમાં ન્હાવા ઉતરતા ડૂબી જતાં દેકારો મચી ગયો હતો. લોકોએ તેને બહાર કાઢી ૧૦૮ને જાણ કરી હતી. પરંતુ તેના તબિબ દિવ્યાબેને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આજીડેમના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:22 pm IST)