Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

પોકેટ કોપ આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ ચકાસી મારા મારીના ગુન્હાઓમાં પકડાયેલ બે શખ્સો પાસામાં પુરાયા

પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ તથા સંયુકત પો. કમિ.  સિદ્ધાર્થ ખત્રી  ડીસીપી  રવિ મોહન સૈની  ઝોન-૧  એસીપી શ્રી એચ.એલ. રાઠોડ પૂર્વ વિભાગના માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગુન્હાઓ કરતા ઇસમો  ગુન્હાઓ કરત ા અચકાય અને શરીર સંબંધી ગુન્હઓ ઉપર અંકુશ રહે તે માટે અગાઉ મારા-મારીના ગુન્હાએામાં પકડાયેલ જંગલેશ્વર વિસ્તારના બે માથાભારે ઇસમોને પાસા વોરંટની બજવણી કરવામાં આવેલ છે.

         પાસા અટકાયતીઓ  એહમદહુશેન હુશેનમીયા કાદરી (ઉ.વ.૩પ)(રહે. જંગલેશ્વર શેરી નં.ર૩ રાજકોટ વડોદરા જેલમા  તથા  ગુલામમુસ્તફા હુશૈનમીયા કાદરી (ઉવ. ર૩) (રહે. જંગલેશ્વર શેરી નં.ર૩ રાજકોટ( અમદાવાદ જેલ) ખાતે  મોકલી આપવામા આવેલ છે.

         આ કામગીરીમા પો.ઇન્સ. વી.કે. ગઢવી, પો.સ.ઇ. પી.બી. જેબલીયા, બી.બી. કેાડીયાતર, પો.હેડ કોન્સ નિલેશભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ  મેણીયા તથા પો.કોન્સ પ્રવિણભાઇ સોનારા, હોમગાર્ડ હાર્દીક પીપળીયા વગેરે જોડાયા હતા.

(11:57 pm IST)