Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

સીટી સર્વે અને કોર્પોરેશન દ્વારા ૧.૩૦ લાખ પૈકી પર હજાર મિલ્કતનું લીંક અપ

કોઈ પણ મિલ્કતનું રજીસ્ટ્રેશન-મિલ્કત વેરા સહિતની વિગતો ઓનલાઈન એક જ વેબસાઈટમાંથી મળી જશેઃ તંત્રને સહકાર આપવા શહેરીજનોને અનુરોધ

રાજકોટ, તા. ૨ :. મ્યુ. કોર્પોરેશનનાં મિલ્કત વેરાનું રેકોર્ડ અને સીટી સર્વે કચેરીનું રેકર્ડ એકબીજામાં મર્જ કરી દેવાનો નીતિવિષયક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો છે. જેથી શહેરની કોઈ પણ મિલ્કતના સર્વે નંબર અને તેના મિલ્કત વેરાની વિગતો એક જ વેબસાઈટમાંથી ઓનલાઈન સરળતાથી મળી શકે.

આ માટે કામગીરી હાથધરતા આજદિન સુધીમાં ૧.૩૦ લાખ પૈકી ૫૨ હજાર મિલ્કત બેઠક કરવામાં આવી છે.

આ અંગે સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા 'બીઝનેશ લીંકઅપ' યોજના હેઠળ શહેરની મિલ્કતોના રેવન્યુ સર્વે નંબર, પ્રોપર્ટી કાર્ડ, માલિકી હક્ક, જમીનનું ક્ષેત્રફળ, દસ્તાવેજ રજીસ્ટ્રેશન તેમજ મિલ્કતનો કોર્પોરેશનનો મિલ્કત વેરો, પાણી ચાર્જ સહિતની વિગતો ઓનલાઈન રાજ્ય સરકારની વેબસાઈટ ઉપરથી મળી રહે તે માટે રેવન્યુ સર્વે કચેરી અને મ્યુ. કોર્પોરેશનની મિલ્કત વેરા શાખાનું રેકર્ડ એકબીજામાં મર્જ કરી દેવા રાજ્ય સરકાર દ્વારા તમામ મ્યુ. કોર્પોરેશનોને સૂચના અપાઈ છે. અન્વેય રાજ્ય સરકારની આ સૂચના અનુસાર મ્યુ. કોર્પોરેશન અને રેવન્યુ કચેરીના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આપતા પ્રોપટીકાર્ડની કુલ ૧,૩૦,૬૦૦ મિલ્કત પૈકી ૫૨ હજાર મિલ્કતલીંક કરવામાં આવી છે.

આ સુવિધાથી જમીન-મકાન ખરીદ-વેચાણ વખતે અરજદારોને સરળતાથી ઓનલાઈન મિલ્કતની માહિતી મળી શકશે અને ભ્રષ્ટાચાર બંધ થશે તેવુ સરકારનું માનવુ છે.

શહેરીજનોને અપિલ

ગુજરાત સરકાર દ્વારા ઇઝ ઓફ ડુઇગ બિઝનેશ-૨૦૧૯ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતી મિલ્કતના પ્રોપટી કાર્ડ સાથે મિલકત નંબર લીંક કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આ કામગીરી માટે સીટી સર્વેનો સ્ટાફ તથા રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ સ્થાનિકે રૂબરૂ સ્થળ તપાસ કરવા આવે ત્યારે સીટી સર્વે નંબર તથા પ્રોપર્ટી નંબર એટલે કે મિલ્કત વેરાની પહોંચ અથવા વેરા-બિલ, ફોન નંબર જેવી વિગતો માંગે તો આપવા મદદ કરવા સર્વે મિલકતધારકોને અનુરોધ કરવા મ્યુ.કોર્પોરેશનના આસી. કમિશ્રરની યાદીમાં જણાવાયુ છે.

(3:29 pm IST)