Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ઓલ ઇન્‍ડીયા ડાન્‍સ કોમ્‍પીટીશનમાં પુજા હોબી સેન્‍ટરનો ડંકો

તાજેતરમાં અમદાવાદ ખાતે ૫ મી ઓલ ઇન્‍ડીયા ડાન્‍સ કોમ્‍પીટીશન યોજાઇ ઓલ ઇન્‍ડીયા ડાન્‍સ કલ્‍ચરલ તથા શ્રીએકડમી(મહારાષ્‍ટ્ર)ના સંયુકત આયોજનથી યોજાયેલ આ કોમ્‍પીટીશનમાં રાજસ્‍થાન-બિહાર-મહારાષ્‍ટ્ર- યુ.પી.- પંજાબ-ગુજરાત-આંધ્રપ્રદેશ, જમ્‍મુ-કાશ્‍મીર, ઉતર પ્રદેશ- ગોવા-હરિયાણા- કેરલા-વેસ્‍ટ બેંગાલ- કર્ણાટકા વિગેરે રાજયોના ૫૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જજીસ તરીકે નીલાંગી કલાંત્રે- જબલપુર, પ્રિયંકા ચર્તુવેદી-સોલાપુર, રીતુમેમ-મુંબઇ સેવા આપી હતી. પુજા હોબી સેન્‍ટરના ૨૭ બાળકોએ સોલો- ડયુએટ તથા ગુપ ડાન્‍સમાં પાર્ટીસીપેટ થયાં હતા. જેમાં ધ્‍વનીલ કાગડા- ફોક ડાન્‍સ-   પ્રથમ નંબર, નમ્ર ધ્રાંધા- ફ્રી સ્‍ટાઇલ- સેકન્‍ડ નંબર, હિમેશ ચૌધરી, ખ્‍વાબ અંતાણી-લીરીકસ અને ફીલ્‍મી- ત્રીજો નંબર, પ્રીશા અઢીયા, પ્રિયાંશી દક્ષિણી અને તનવીર શેખ-ફોક ડાન્‍સમાં- ચોથો નંબર મેળવેલ હતો, શૌર્ય ભાવસાર- ફ્રી સ્‍ટાઇલ- ચોથો નંબર તથા સ્‍વરા ઉકાણી કન્‍ટેમ્‍પરરી ચોથો માઇનોરમાં શૌર્ય, ખ્‍વાબ, સ્‍વરા, નિર્વેદ, ફેલીકસ, યુવરાજ, કિયાન, માહી, દ્વિતી, રીતીશા, કેહકશા, ધ્‍વનીલ, કુશ પ્રથમ નંબર તાથ સીનીયર કેટેગરી વંદે માતરમ્‌ ગૃપ ડાન્‍સમાં સીમનર, કશ્‍યય, ખુશ, નમન, જીગર, મીત, કેવીન, હિમેશ, પ્રીશા, નિસર્ગ, ક્રિષ્‍ના, તનવીર બીજો નંબર મેળવેલ હતો. સ્‍કેટીંગ પર વંદેમાતરમ્‌ જોઇને જજીસ તથા ઓર્ગેનાઇઝર ઝૂમી ઉઠયા હતા. તમામ વિજેતા બાળકો આગમી ઇન્‍ટરનેશનલ ઇન્‍ડોનેશીયા રમવા જશે.આ બાળકોને પુજા હોબી સેન્‍ટરના તમામ કમીટી મેમ્‍બરો જવાહરભાઇ ચાવડા, મૌલેશભાઇ ઉકાણી, હિમાંશુભાઇ રાણા, સુરેશભાઇ ત્રિવેદી, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, અશોકભાઇ ગાંધી, રાજેશભાઇ ગાંધી, રમાબેન હેરભા, રત્‍નાબેન સેજપાલ, ડો. પુજા રાઠોડ, દીપુદીદી તથા સંચાલિકૉ શ્રીમતી પુષ્‍પાબેન રાઠોડે આર્શીવચન પાઠવ્‍યા હતા. તસ્‍વીરમાં વિજેતા બાળકો જજીસ તથા ઓર્ગેનાઇઝર ટીમ પાસેથી ટ્રોફી અને સર્ટીફીકેૅટ લેતા નજરે પડે છે.

(4:37 pm IST)