Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરનો ચાર્જ સંભાળતા ચેતનભાઈ ગણાત્રા

સ્માર્ટ સીટી કંપની-સોલીડ વેસ્ટ-દબાણ હટાવ સહીતના વિભાગ સંભાળશે

રાજકોટ,તા.૩: રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં નવનિયુકત ડે.કમિશનર તરીકે  ચેતનભાઇ ગણાત્રાએ આજે બપોરે ૧૨ કલાકે  વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં રાજય સરકાર દ્વારા રાજયના ૭ અધિક કલેકટરોની બદલી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકની ખાલી જગ્યા પર ે મોરબીના એડીશ્નલ કલેકટર દરજ્જાના ચેતનભાઈ ગણાત્રાની પસંદગી કરવામાં આવી હતી.ે ભૂતકાળમાં રાજકોટ કલેકટર ઓફિસમાં પ્રાંત અધિકારી દરજ્જે અને પોરબંદરમાં ડેપ્યુટી કલેકટર દરજ્જે ફરજ બજાવનાર સી બી ગણાત્રાની ગણના રાજયના કાર્યદક્ષ અધિકારીઓમાં થાય છે.

નવનિયુકત મ્યુનિ.કમિશનર ચેતનભાઇ ગણાત્રાએ આજે બપોરે ૧૨ વાગ્યે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો.

અત્રે નોંધનીય છે કે,  તત્કાલિન રાજકોટ મ્યુનિ. ડે.કમિશનર અરૂણ મહેશબાબુની અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારી તરીકે પસંદગી તથા આ જગ્યા ખાલી થઇ હતી.

ઉપરોકત તસ્વીરમાં નવનિયુકત મ્યુનિ. કોર્પોરેશનનાં ડે.કમિશર તરીકે ચેતનભાઇ ગણાત્રાએ ચાર્જ સંભાળ્યો તે વખતની તસ્વીર નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા)

(4:05 pm IST)