Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

ક્‍લિક - કહાની

નરેન્‍દ્રભાઇ (વડાપ્રધાન)નું સ્‍વચ્‍છતા અભિયાન સામે તંત્રનું ગંદકી અભિયાન!!

રાજકોટ : રાજકોટ કલેકટર  તંત્રની આબરૂની ધજાગરા થાય, તેવી તસ્‍વીરો-વિગતો બહાર આવી છે, તસ્‍વીર છે, જૂની કલેકટર કચેરીની, જયાં ત્રણ મામલતદારો - ત્રણ ડે. કલેકટરો-સબ રજીસ્‍ટ્રારો બેસે છે, ત્‍યાંની આ જૂની કલેકટર કચેરીની છે. અહી રોજ હજારો લોકો-અરજદારો આવે છે, પરંતુ કોઇ જાતની વ્‍યવસ્‍થા નથી, આડેધડ પાર્ક કરાયેલા વાહનો-પારાવાર ગંદકી - ઉજ્જડ બગીચો-ભંગાર પડેલી જીપનો કાટમાળ-કચેરીનો જૂનો કાટમાળ, અને લોબીમાં કરાયેલ વાહનો જોઇ સ્‍વચ્‍છતાના આગ્રહી અને મુલાકાત લેનાર લોકો નિસાસા નાખી - જીવ બાળી રળાતા થતા હોય છે, અનેક વખત ટકોર કરાઇ છે, છતાં એક પણ ડે. કલેકટર કે મામલતદાર સ્‍વચ્‍છતા માટે હલતા નથી. લોકો જયારે આવે છે ત્‍યારે બોલી ઉઠે છે, સરકારી કચેરીઓ બહાર આવી દશા, તાજેતરમાં ભૂકંપ અંગે મોક ડ્રીલ થઇ ત્‍યારે તે વખતના કલેકટરે પણ જૂની કલેકટર કચેરીની મુલાકાત લીધી હતી, આ પછી સફાઇ તો ન થઇ, પરંતુ ૧ મહિના પહેલા ચાર્જ સંભાળનાર નવા કલેકટર રાહુલ ગુપ્તાએ પણ કોઇ એકશન લીધા નથી, અમુક સ્‍થળે તો આંકડો અને જંગલી છોડ ઉગી નીકળ્‍યા છે, જૂની કલેકટર કચેરીની પાછળની  બાજૂએ પણ આ જ દશા છે, તડકામાં લોકો માટે કોઇ બેસવાની વ્‍યવસ્‍થા નથી, બગીચો છે એ ઉકરડો બની ગયો છે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ત્રણ વર્ષ પહેલા દેશમાં સ્‍વચ્‍છતા અભિયાન શરૂ કર્યુ તેની સામે જૂની કલેકટર કચેરીના અધિકારીઓ ગંદકી અભિયાન ચલાવી રહ્યા છે. છે ને કોઇને પડી નથી જય જય ગરવી ગુજરાત

તસ્‍વીર - અહેવાલ

અશોક બગથરીયા

 

(3:16 pm IST)