Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

સતત ત્રીજા વર્ષે 'રાજકોટ'માં UPSC પરીક્ષા..

કેન્દ્ર ફાળવાયું: ૧૧મીએ દિલ્હી ખાતે મીટીંગઃ પ્રાંત અધિકારી જાની હાજરી આપશે

રાજકોટ તા.૩: રાજકોટમાં સતત બે વર્ષ યુપીએસસીની પરીક્ષા લેવાઇ હતી, IAS-IRS-IPS બનવા માંગતા ઉમેદવારો માટે રાજકોટ શહેર આવકારદાયક રહ્યું છે.પરીક્ષા લેવાની જવાબદારી કલેકટરને સોંપાઇ છે, કલેકટર કચેરી ખાતે કન્ટ્રોલરૂમ, સ્ટ્રોંગરૂમ ઉભા કરાયા છે, બે વર્ષની સફળતા બાદ આ વર્ષે પણ યુપીએસસીની પરીક્ષા માટે રાજકોટની પસંદગી થઇ છે, આ માટે નવીદિલ્હી ખાતે ૧૧ મીએ મહત્વની મીટીંગ છે, આ મીટીંગમાં કલેકટરની સુચના બાદ સીટી પ્રાંત-૨ શ્રી પ્રજ્ઞેશજાની ખાસ હાજરી આપશે. પરીક્ષાની તારીખ સમય કેટલા વિદ્યાર્થી-કેન્દ્ર હવે ફાઇનલ થશે.

(2:51 pm IST)