Gujarati News

Gujarati News

News of Thursday, 3rd May 2018

માધાપર ચોકડી અને ગોંડલ રોડ ચોકડીએ ટ્રાફીક સમસ્યા ત્રાસરૂપ, ઓવર બ્રીજ બનાવો : ડો. ચોવટીયા

મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત : સૌરાષ્ટ્રભરનો વાહન વ્યવહાર આ બન્ને ચોક સાથે સંકળાયેલો છે

રાજકોટ તા. ૩ : પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી રાજકોટના માધાપર ચોકડી અને ગોંડલ રોડ ચોકડી પર સર્જાતી ટ્રાફીક સમસ્યા નિવારવા ઓવરબ્રીજ બનાવવા રજુઆત કરી છે.

પત્રમાં તેમણે જણાવ્યુ છે કે અમદાવાદથી જામનગર તરફ તેમજ જામનગરથી અમદાવાદ અને મોરબી તરફના વાહન ચાલકો માધાપર ચોકડીએથી પસાર થાય છે. આસપાસમાં હોસ્પિટલો, રેસીડેન્સીયલ કોમ્પલેક્ષ, મંદિર અને ક્રિકેટ સ્ટેડીયમ હોવાથી સતત ટ્રાફીક રહે છે. આવુ જ ગોંડલ રોડ ચોકડી (ક્રિષ્નાપાર્ક પાસે) થાય છે. ટુંકમાં સૌરાષ્ટ્રભરના વાહન વ્યવહાર સાથે આ બન્ને ચોકડીઓ સંકળાયેલી હોય અહીં સત્વરે ઓવર બ્રીજ બનાવવાની જરૂર છે.

મહાનગરપાલીકાએ આ બન્ને ચોકડી પર ઓવરબ્રીજ બનાવવાની ઇચ્છા વયકત કરી છે. પરંતુ હજુ સુધી કોઇ નકકર કાર્યવાહી શરૂ કરાઇ નથી. ત્યારે રાજય સરકાર પણ આ પ્રશ્ને દરમિયાનગીરી કરી ઓવરબ્રીજનું કામ ઝડપભેર આદરે તેવી માંગણી ડો. દીનેશ ચોવડીયા (મો.૯૮૨૫૨ ૧૨૫૦૧) એ ઉઠાવી છે.

(2:40 pm IST)