Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

અપહરણ-બળાત્‍કારના કેસમાં પોકસો કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા.૩ : અપહરણ બળાત્‍કાર પોક્‍સો કેસમાં આરોપી નો નિર્દોષ છુટકારો પોકસો કોર્ટે ફરમાવેલ હતો.

અપહરણ બળાત્‍કાર અને પોક્‍સો કેસમાં મુખ્‍ય આરોપી કિરણભાઈ વસાવા રહે. ગામ ખેરડી જિલ્લો રાજકોટ વિરુધ્‍ધ તા. ૦૨-૦૨-૨૦૨૩ ના રોજ ફરિયાદી ભોગબનનારના માતાએ ફરિયાદ નોંધાવેલ હતી. જે ફરિયાદ ના આધારે તા. ૦૮-૦૨-૨૦૨૩ ના રોજ આરોપીને અટક કરવામાં આવેલ હતા. જે ફરિયાદ મુજબ આરોપી તેઓની સગીર પુત્રીનું અજાણ્‍યો વ્‍યક્‍તિ અપહરણ કરી ગયેલ હોવાનું જણાવેલ હતું અને જે બનાવાની તપાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી.

ત્‍યારબાદ સ્‍પે. પોક્‍સો. કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવેલ હતી. જેમાં આરોપી ફ્રી લીગલ એઇડ એડવોકેટ માગેલ જેથી કેસ ડીફેન્‍સ કાઉન્‍સિલ ની ઓફિસમાં મોકલવામાં આવેલ હતો. ચીફ લીગલ એઇડ ડીફેન્‍સ કાઉન્‍સિલ અમિતા સિપ્‍પીએ સદરહું કેસમાં આરોપીનો બચાવ કરેલ અને કેસ ચલાવેલ, જે કેસ ચાલી જતા ચીફ લીગલ એઇડ ડીફેન્‍સ કાઉન્‍સિલ અમિતા સિપ્‍પીએ દલીલો કરેલ હતી તેમજ  ઉચ્‍ચ અદાલતો ના જજમેન્‍ટ રજૂ કરેલ હતા જે માન્‍ય રાખી સ્‍પે. પોક્‍સો કોર્ટેઆરોપીને છોડી મુકવા હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી વતી ચીફ લીગલ એઇડ ડીફેન્‍સ કાઉન્‍સિલ એડવોકેટ અમિતા સિપ્‍પી રોકાયેલા હતા.

(4:13 pm IST)