Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd April 2024

સમસ્‍ત સ્‍થાનકવાસી જૈન સંઘો દ્વારા મુમુક્ષુ જીમીતકુમારનો અભિવાદન સમારોહ સંપન્ન

રોયલ પાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંઘને આંગણે આયોજન : મુમુક્ષુ જીમીતકુમાર તથા તેઓના માતા - પિતાને જૈન સમાજ દ્વારા સન્‍માનિત કરવામાં આવ્‍યાં

રાજકોટ તા.૩ : પૂજ્‍ય પાદ આચાર્ય ભગવંત યશોવિજય સૂરિヘરજી મહારાજ સાહેબ સમીપે ચૈત્ર સુદ તેરસ ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવના પાવન દિવસે તા.૨૧ ના રોજ ધર્મ નગરી રાજકોટ ખાતે સંયમ અંગીકાર કરવા તત્‍પર બનેલ મુમુક્ષુ આત્‍માનું જાજરમાન સમસ્‍ત સ્‍થા.જૈન સંઘો દ્રારા રોયલ પાર્ક સ્‍થા.જૈન મોટા સંઘ, ઓમાનવાલા ઉપાશ્રય,સી એમ પૌષધશાળા ખાતે આજે સવારે અભિવાદન કરવામાં આવેલ.

આચાર્ય ભગવંત પૂ.યશોવિજય સૂરિヘરજી મ.સાહેબે ફરમાવ્‍યું કે જગત રાજી થાય તેમ નહીં પરંતુ જિનેશ્વર ભગવંત રાજીપો અનુભવે તેવા કાર્યો કરવા. વધુમાં પૂજ્‍ય પાદ આચાર્ય ભગવંતે ફરમાવ્‍યું કે કર્મ બાંધતા પહેલા હજાર વાર વિચારજો..કારણકે ભોગવતી સમયે ભાઈ - બહેન,માતા - પિતા કે પરિવાર તેમાં ભાગ પડાવવા આવી શકશે નહી.

સંયમ અનુમોદના અવસર નિહાળી વિરતી ધર્મના વાવેતર કરજો..બોધી બીજ વાવજો..તેના ફળ અવશ્‍ય સુંદર મળશે.ભવકટિ થશે.જીવનમાં સત્‍સંગ સદા કેળવજો.સંત સમાગમથી જીવનમાં ર્ટનિંગ પોઈન્‍ટ આવે છે ઉદાહરણ દ્રારા આચાર્ય ભગવંતે સમજાવેલ.અનુમોદના અવસરનુ આયોજન કરવા બદલ સમસ્‍ત સ્‍થાનકવાસી જૈન સમાજને આચાર્ય ભગવંતે સાધુવાદ પાઠવેલ.

અભિવાદન અવસરે આચાર્ય ભગવંત પૂજય પાદ યશોવિજયજી સૂરિヘરજી મ.સા.,ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ દેવેન્‍દ્ર મુનિ મ.સા.,પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા.તથા ગોંડલ સંપ્રદાયના ગુરુ પ્રાણ પરિવારના પૂ.સુનિતાજી મ.,પૂજ્‍ય રૂપાબાઈ મ.,ડાઙ્ઘ.પૂ. પન્નાબાઈ મ.આદિ પૂજ્‍ય  મહાસતિજીઓ તથા મૂર્તિપૂજક સમૂદાયના કલાવતીશ્રીજી આદિ પૂજ્‍ય  સાધ્‍વીજી ભગવંતો ઉપસ્‍થિત રહી મુમુક્ષુ આત્‍માને કળપાશિષ પાઠવેલ.

સંઘ પ્રમુખ ચંદ્રકાન્‍તભાઈ શેઠે ચતુર્વિધ સંઘનું શબ્‍દોથી સ્‍વાગત કરેલ. પૂજ્‍ય સુનિતાજી મ.આદિ સતિવળંદે સુંદર સ્‍તવન દ્રારા ભાવો વ્‍યક્‍ત કરેલ.સમસ્‍ત સંઘોવતી ડોલરભાઈ કોઠારીએ શુભેચ્‍છા આપેલ.

સંયમ અનુમોદના ના ગગનભેદી નારાઓ બોલાવી મનોજ ડેલીવાળાએ હોલનો માહોલ સંયમમય સર્જી દિધેલ.

સમસ્‍ત સંઘો દ્રારા મુમુક્ષુ આત્‍માને સ્‍મળતિ ચિન્‍હ,શાલ,મોતીની માળાથી સન્‍માનિત કરવામાં આવેલ.

મુમુક્ષુ આત્‍માના માતા - પિતાનું ધર્મ પુસ્‍તક અર્પણ કરી બહુમાન કરવામાં આવેલ.

આ પાવન પ્રસંગે ગોંડલ સંપ્રદાય અગ્રણી ચંદ્રકાન્‍તભાઈ શેઠ,રોયલ પાર્ક મોટા સંઘ ઉપ પ્રમુખ બિપીનભાઈ પારેખ,મનહર પ્‍લોટ સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી,ગીત ગૂર્જરી સંઘ પ્રમુખ શિરીષભાઈ બાટવીયા, મોટા સંઘ મંત્રી કમલેશભાઈ મોદી,મહાવીર નગર સંઘ ઉપ પ્રમુખ પ્રતાપભાઈ વોરા,શ્રમજીવી સંઘ પ્રમુખ મહેશભાઈ મહેતા, ઉવસગ્‍ગ હરં સાધના ભવનના સંજયભાઈ શેઠ,સુશીલભાઈ ગોડા,નેમિનાથ - વીતરાગ સંઘના નિતીનભાઈ ગોડા,શેઠ ઉપાશ્રયના ચેતનભાઈ વખારીઆ, અજરામર સંઘના ગૌરવભાઈ દોશી,શેઠ આરાધના ભવન કન્‍વીનર મનોજ ડેલીવાળા, રોયલ પાર્ક સંઘ સમિતિના કેતનભાઈ શેઠ,જગુભાઈ દોશી,પારસભાઈ ટોળીયા,દિલીપભાઈ મહેતા,રોયલ પાર્ક મહિલા મંડળ પ્રમુખ વીણાબેન શેઠ સહિત વિશાળ પ્રમાણમાં ભાવિકો ઉપસ્‍થિત રહી સંયમ માર્ગની અનુમોદના કરેલ.

શાતાકારી નવકારશીનો લાભ  ચંદ્રકાંતભાઈ શેઠ,હેમલભાઈ મહેતા તથા કેતનભાઈ શેઠ પરિવારે લીધેલ.આભાર વિધી સંજયભાઈ મહેતાએ કરેલ.

રાજકોટ નિવાસી રત્‍ન કુક્ષિણી વૈશાલીબેન તથા ધર્મ પરાયણ પિતા મનીષભાઈ માટલીયા પરિવારનો વ્‍હાલ સોયો સુપુત્ર મુમુક્ષુ જીમીત કુમાર ૨૧ વર્ષ ભર યુવાન વયે ભગવાન મહાવીર સ્‍વામી આદિ અનંત તીર્થંકર પરમાત્‍માઓએ પ્રરૂપેલ કઠિનતમ સંયમ માર્ગ મહાવીર જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવના પવિત્ર દિવસે રાજકોટમાં સંયમ અંગીકાર કરશે.

(4:08 pm IST)