Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

વેગેનઆર કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડતી રાજકોટ “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન ટીમ

રાજકોટઃ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદની સુચનાથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન - ૧ પ્રવિણકુમાર તથા મદદનીશ પોલીસ કમિશ્નર એસ.આર.ટંડેલ ઉત્તર વિભાગ દ્વારા દારૂ/જુગારની બદી નાબુદ કરવા સુચના અપાઈ હોઈ જેથી અમો પોલીસ ઇન્સપેકટર એમ.બી. ઔસુરા, એ.એસ.આઇ. વિરમભાઇ ધગલ તથા સલીમભાઈ માડમ તથા પો.હેડ.કોન્સ. અજયભાઇ બસીયા તથા મનોજભાઇ મકવાણા તથા પો.કોન્સ હેમેન્દ્રભાઇ વાધીયા તથા જયદીપસિંહ બોરાણા તથા પરેશભાઇ સોઢીયા તથા સંજયભાઇ મિયાત્રા તથા સીરાજભાઇ ચાનીયા તથા વિશ્વજીતસીહ ઝાલા તથા મીતેશભાઇ આડેસરા તથા નીરવભાઇ વઘાસીયા નાઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. વિશ્વજીતસીહ ઝાલા તથા નીરવભાઇ વધાસીયાને બાતમી મળતા  પો.સ.ઇ. બી.બી.કોડીયાતર તથા ટીમે આરોપી ગણપત મોહનભાઇ વાઘેલા ઉ.વ.૨૪ રહે. સોમસર ગામ તા.મુળી જિ. સુ.નગરને મેકડોવેલ્સ નંબર ૧ સુપીરીયર વિક્સી ઓરીઝનલ ફોર સેલ ઇન હરિયાણા લી વિસ્કી ૭૫૦ એમ.એલ. શીલબંધ બોટલો નંગ - 30 કૂલ કિ.રૂ/- ૧૫,૦૦૦/- તથા (૨) મૂનવોક પ્રીમીયમ ડ્રાય જીન ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી ૭૫0 ML ની શીપલેક બોટલ નંગ - ૨૪ કિ.રૂ/ ૧૨,000 સાથે પકડી GJ-27-K 4619  કિ.રૂ.૧,૫૦,૦૦૦ની કાર સાથે પકડી કુલ કિ.રૂ. કિ.રૂ.-૧,૭૭,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 ગ્રીનલેન્ડ ચોકડી થી યાર્ડ તરફ જતા સર્વીસ રોડ પાસે આ કાર્યવાહી થઈ હતી.

 

(9:27 pm IST)