Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

રાજકોટ શહેર-જીલ્લાની ૨૫માંથી ૮ દુકાનોમાં તપાસ પૂર્ણઃ તમામ ૨૫ સામે એકી સાથે કાર્યવાહી થશે

હાલ અન્ય દુકાનોમાં કાર્ડ હોલ્ડરોના નિવેદનો લેવાઈ રહ્યા છેઃ કેન્સર હોસ્પીટલ ખાતે હાલ કોરોના ૧૦૫ પેશન્ટ સારવારમાં: જેમા ૭૦ પુરૂષ તો ૨૫ મહિલા દર્દી

રાજકોટ, તા. ૩ :. રાજકોટ જીલ્લા પૂરવઠા અધિકારી શ્રી પૂજા બાવડાએ આજે બપોરે ૨ાા વાગ્યે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બોગસ ફીંગરપ્રિન્ટ કૌભાંડમાં રાજકોટ, જેતપુર, ત્રંબાની જે ૨૫ રેશનીંગ દુકાનદારો સામે તપાસ ચાલુ કરાઈ છે. તેમાંથી ૮ દુકાનોમાં તપાસ પૂર્ણ કરી લેવાય છે. અમુકના રીપોર્ટ બાકી છે. બાકીની ૧૭ રેશનીંગ દુકાનોમાં તપાસ ચાલુ છે અને કાર્ડ હોલ્ડરોના નિવેદનો લેવાય રહ્યા છે. આ તમામ ૨૫ દુકાનદારો સામે એકી સાથે કાર્યવાહી થશે, હાલ કહેવુ વહેલુ ગણાશે.

રાજકોટની કેન્સર-કોવિડ-૧૯ હોસ્પીટલના શ્રી પૂજા બાવડા નોડલ ઓફિસર છે. આ અંગે તેમણે જણાવેલ કે હોસ્પીટલમાં બધુ સફળતાપૂર્વક ચાલી રહ્યુ છે કોઈ મુશ્કેલી નથી. હાલ કોરોનાના ૧૦૫ પેશન્ટ દાખલ છે તેમાથી ૭૦ પુરૂષ અને ૩૫ મહિલા દર્દી છે.

(4:06 pm IST)