Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

કોરોનાની સારવારમાં ઉપયોગી રેમડેસીવીર ઇન્જેકશન રાજકોટમાં છુટથી મળવા લાગ્યા

રાજકોટઃ કોરોનાની સારવારમાં અતિ ઉપયોગી ગણાતા રેમડેસીવીર ઇન્જેકશનની રાજકોટમાં છેલ્લા એક-બે દિવસથી શોર્ટેજ હોવાનું જોવા મળતું હતું. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અંગત રસ લઇને કોઇ પણ કોરોનાના દર્દીને તકલીફ ન પડે અને દર્દીઓ જલ્દી સાજા થઇ જાય તે હેતુથી રેમડેસીવીર ઇન્જેકશનની તાબડતોબ વ્યવસ્થા કરવા તંત્રને સુચના આપી હતી.

જે અનુસંધાને આજ સવારથી જ રાજકોટના અગ્રગણ્ય મેડીકલ સ્ટોર્સ ઉપર રેમડેસિવિર ઇન્જેકશન મળવા લાગ્યા હોવાનું જાણવા મળે છે. બજારમાં રેમડસિવિર ઇન્જેકશન (હેટ્રો કંપની) ૧૭૦૦ રૂપિયામાં તથા કેડીલા કંપનીના રેમડેસિવિર ઇન્જેકશન ૯૦૦ રૂપિયા આસપાસ મળવા લાગ્યા હોવાનું કેમીસ્ટ એસોસીએશન રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્યું હતું. રાજયના ફુડ એન્ડ ડ્ર઼ગ કંટ્રોલ વિભાગના રાજકોટ ખાતેના અધિકારી શ્રી વ્યાસ તથા શ્રી બલર પણ રેમડેસિવિર સંદર્ભે સતત નજર રાખી રહ્યા છે.

(4:05 pm IST)