Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

વાવડીમાં જાલીનોટ છાપવાના કારસ્‍તાનનો પર્દાફાશઃ ક્રાઇમ બ્રાંચે બે કારખાનેદારને દબોચ્‍યાઃ દોઢેક વર્ષથી છાપતા'તા

જરૂર પડે એ મુજબ નોટ છાપી લેતાં: સંધ્‍યાટાણે જ બને ત્‍યાં સુધી મોટી ઉમરના ફેરીયાઓ પાસે જ નોટ વટાવતાં: ક્રાઇમ બ્રાંચે મુળ મેંદરડા અને માણાવદરના બે શખ્‍સોને દબોચ્‍યાઃ ૨૦૦-૫૦૦-૨૦૦૦ના દરની ૨૭ નકલી ચલણી નોટ કબ્‍જે : ૩૬ બોટલ વિદેશી દારૂ પણ કારખાનામાંથી મળતાં અલગ ગુનો : નગીનભાઇ ડાંગર તથા અમિતભાઇ અગ્રાવત, પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ પી. એમ. ધાખડાની ટીમનો એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં દરોડો : દોઢ વર્ષમાં એકાદ લાખની નકલી નોટો ચલણમાં વહેતી કરી દીધી

જાલીનોટો છાાના કારસ્‍તાનનો પર્દાફાશ કરનાર ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, બાતમી મળી તે નગીનભાઇ ડાંગર, અમીતભાઇ, પ્રદિપસિંહ તથા સાથે કુલદિપસિંહ જાડેજા સહિતની ટીમ અને ઝડપાયેલા બંને શખ્‍સો તથા કબ્‍જે થયેલી જાલીનોટો, દારૂની બોટલો અને બીજી સામગ્રી જોઇ શકાય છે

રાજકોટ તા. ૪: શહેર ક્રાઇમ બ્રાંચે જાલી ચલણીનોટો છાપવાનું કારસ્‍તાન ઝડપી લીધું છે. ગોંડલ રોડ પર આવેલા વાવડીમાંથી બે કારખાનેદારને દબોચી લેવાયા છે. આ બંને પોતાના ઉપયોગ માટે જરૂર પડે એ રીતે છેલ્લા દોઢેક વર્ષથી ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની નકલી ચલણીનોટો છાપીને છુટક છુટક વાપરતાં હતાં. પાક્કી બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી બંનેને પકડયા છે. બંનેએ અત્‍યાર સુધીમાં એકાદ લાખની નકલી ચલણી નોટો છાપીને ચલણમાં વહેતી કરી દીધાનું સામે આવી રહ્યું છે.

ક્રાઇમ બ્રાંચના નગીનભાઇ ડાંગર, અમિતભાઇ અગ્રાવત અને પ્રદિપસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે વાવડીમાં ઇન્‍ડસ્‍ટ્રીઝ ઝોનમાં આવેલા જોબવર્કના કારખાનામાં બે શખ્‍સો જાલી ચલણી નોટો છાપે છે. આ માહિતીને આધારે પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમે દરોડો પાડી તપાસ કરતાં કારખાનામાંથી ૨૦૦૦, ૫૦૦ અને ૨૦૦ના દરની જાલીનોટો તથા નોટો છાપવાનું સાહિત્‍ય મળતાં ગુનો નોંધી બે કારખાનેદાર પિયુષ બાવનજીભાઇ કોટડીયા (પટેલ) (ઉ.વ.૨૯-રહે. વાવડી ગામ આકાર એપાર્ટમેન્‍ટ, એફ-૫૦૩૧૫૦ રીંગ રોડ, મુળ સમઢીયાળા તા. મેંદરડા) તથા મુકુંદ મનસુખભાઇ છત્રાળા (પટેલ) (ઉ.વ.૨૫-રહે. વાવડી જય ગોપાલ વે બ્રીજની બાજુમાં ભઠ્ઠીવાળી શેરી, મુળ ગામ સરદારગઢ તા. માણાવદર)ને પકડી લીધા છે.

કારખાનામાં જાલીનોટો ઉપરાંત દારૂની રૂા. ૧૦૮૦૦નો ૩૬ બોટલો પણ મળી આવતાં તે અંગે અલગથી ગુનો નોંધાયો છે. આ બંને શખ્‍સો પોતાની પૈસાની ખેંચ દૂર કરવા નકલી નોટો છાપવાના રવાડે ચડયા હતાં. દોઢ વર્ષ પહેલા આવો વિચાર આવતાં કલર પ્રિન્‍ટર કમ ઝેરોક્ષ મશીન લાવ્‍યા હતાં અને નોટો છાપવાની શરૂઆત કરી હતી. બંને તરફ ઝેરોક્ષ કરવાની હોઇ શરૂઆતમાં તો સારી નોટો બનતી નહોતી. એ પછી ખુબ નોટો છાપ્‍યા બાદ અમુક સારી અસલી હોય તેવી નોટો તૈયાર થતાં સાંજના સમયે થોડુ અંધારૂ થાય ત્‍યારે વટાવવાનું શરૂ કર્યુ હતું. ફેરીયાઓ અને એ પણ મોટી વયના હોય તેની પાસેથી થોડી ઘણી વસ્‍તુ ખરીદી નકલી નોટ આપી દેતા હતાં અને બાકી બચે તે અસલી ચલણ પાછુ મેળવી લેતાં હતાં.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ અત્‍યાર સુધીમાં આ બંનેએ એકાદ લાખની નકલી નોટો આ રીતે વાપરી નાંખી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. કે. ગઢવીની દેખરેખ તથા સુચના હેઠળ પીએસઆઇ પી. એમ. ધાખડા, મયુરભાઇ પટેલ, નગીનભાઇ ડાંગર, અમિતભાઇ, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, ભરતસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી છે. બંને કારખાનેદારની વધુ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે.

પોલીસે આટલુ કબ્‍જે કર્યુ

* એક કલર પ્રિન્‍ટર કમ ઝેરોક્ષ મશીન-રૂા. ૧૦ હજાર ઞ્જ ૨૦૦૦ના દરની નકલી નોટ-૨૦ નંગ

* ૫૦૦ના દરની નકલી નોટ-૦૧ ઞ્જ૨૦૦ના દરની નકલી નોટ-૦૬

*રાઇટીંગ પેડ-૦૨ 

* લીલા કલરની કાચની નાની બોટલ-૦૧, લીલા કલરની સેલોટેપ-૦૨, સ્‍ટીલની ફૂટપટ્ટી-૦૧

* રોકડા રૂા. ૩૭૦૦ ઞ્જમોબાઇલ ફોન-૦૨ રૂા. ૮૦૦૦

* ડુપ્‍લીકેટ નોટો બનાવવાનું રો-મટીરીયલ્‍સ મળી કુલ રૂા. ૨૧૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો

(3:59 pm IST)