Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

માસ્‍ક - સેનીટાઇઝ - સોશ્‍યલ ડિસ્‍ટન્‍સના નિયમોનું તાકીદે પાલન કરોઃ ઉદિત અગ્રવાલ

શરદી, ઉધરસ ન હોય તો પણ શ્વાસ લેવામાં તકલીફ એ પણ લક્ષણો છે : ઓકસીમીટર વસાવોઃ કોરોનાને હળવો ન લોઃ મ્‍યુ.કમિશ્નરની અપીલ

રાજકોટ, તા.૩: શહેરમાં છેલ્લા દસ - બાર દિવસથી કોરોના કેસનો ગ્રાફ વધતો જોવા મળી રહ્યો છે ત્‍યારે મ્‍યુ.કમિશ્નરે શહેરીજનોને કોરોનાને હળવો ન લેવા અપીલ કરી છે.

આ અંગે મ્‍યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્‍યુ હતુ કે, શરદી, ઉધરસ ન હોય તો પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એસિમટોઝ છે તુરંત કોરોનાનું ટેસ્‍ટીંગ કરાવું જોઇએ. દરેક લોકોએ ઓકિસીમીટર વસાવવા  મ્‍યુ.કમિશ્નરે અનુરોધ કર્યો છે.

અંતમાં શ્રી અગ્રવાલે જણાવ્‍યુ હતુ કે, નગરજનો માસ્‍ક, સેનિટાઇઝ તથા સોશયલ ડિસ્‍ટન્‍સ સહિતનાં નિયમનું કડક પાલન કરવા તાકીદ કરી છે.

કોરોનાથી મૃત્‍યુદર ઓછો

શ્રી અગ્રવાલે શહેરમાં કોરોનાના મૃત્‍યુદર અંગે સ્‍પષ્‍ટતા કરતા જણાવ્‍યું હતું કે, જે મૃત્‍યુ થાય છે તેમાં ઉંમર લાયક તથા અન્‍ય બિમારીને કારણે રોગપ્રતિકાર શકિત ગુમાવી હોય તેવાઓનો સમાવેશ વધુ હોય છે. ફકત કોરોનાથી મૃત્‍યુ થવાના કિસ્‍સા નહિવત છે.

(3:50 pm IST)