Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ગ્રામ સ્વરાજ મંડળ દ્વારા અનાજની કીટ- માસ્ક વિતરણ

રાજકોટઃ ગ્રામ સ્વરાજ મંડળ અને રાજકોટ જિલ્લા કોગ્રેંસ અનુસુચીત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા ધીરૂભાઈ ધાબલીયા, માર્ગદર્શન રાજકોટ જિલ્લા કોંગ્રેસ એસ.સી. ડિપાર્ટમેન્ટના  પ્રમુખ અશોકવાળા અને ચેરમેન હીરાભાઈ સાગઠીયાના માર્ગદર્શન થી કોટડા સાંગાણીના ૪૨ ગામોમાં  તેલ ચોખા,ખાંડ,ચણાની દાળ, ઘઉંનો લોટ, ધાણાજીરૃં, હળદર, ચટણી, મીઠું, બટેટા, ડુંગળી, સાબુ  સાથેની કરિયાણાની કીટ અને માસ્કનું પણ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યમાં ધીરૂભાઈ ધાબલીયા, અશોકભાઇ વાળા, તાલુકાના ચેરમેન હીરાભાઈ સાગઠીયા, ભરતભાઈ મકવાણા, વસંતભાઈ મકવાણા , પ્રવીણભાઈ સાગઠીયા, જેન્તીભાઈ મકવાણા વિ.જોડાયા છે. વધુ માહિતી માટે મો.૯૪૨૭૭ ૨૦૪૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:02 pm IST)