Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો

કોરોના વિશે વિશ્વમાં સૌથી વધુ ભાષામાં વેબસાઇટમાં માહીતી લોકાર્પણ @ કિડની એજ્યુકેશન વેબસાઇટ-ડો.સંજય પંડ્યા

રાજકોટ,તા.૩: કોરોના સામે લડાઇ-વેબસાઇટ દ્વારા વિશ્વમાં સૌથી વધુ ભાષામાં માહિતીનું 'ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી'નાં પ્રેસિડન્ટ દ્વારા લોકાર્પણ કરેલ. વિઝિટઃ www.KidneyEducationocom કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો-વિશ્વમાં સૌથી વધુ ભાષામાં કોરોના વિશે માહિતી નિઃશુલ્ક ઉપલબ્ધ છે.

શું તેમ કોરોનાથી બચવા માંગો છો? વિશ્વમાં સૌથી વધુ -૧૨ ભાષામાં કોરોના વિશે માહિતીનો ખજાનો 'કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો' વિનામૂલ્યે. વિશ્વ કિડની નિષ્ણાંતો દ્વારા કોરોનાથી બચાવવા માટેની વિશ્વનીય માહિતી ૭ આંતરરાષ્ટ્રીય સહિત ૧૨ ભાષામાં વેબસાઇટ દ્વારા મેળવો.અમેરીકન  સોસાયટી ઓફ નેફ્રોલોજીનાં પ્રેસિડન્ટ દ્વારા કોરોના સામે વેબસાઇટ દ્વારા માહિતી વડે લડાઇને મળેલ સમર્થન અને શુભેચ્છા પ્રાપ્ત થયા.

'કોરોના વિશે જાણો, કોરોનાને હરાવો'-માહિતી ૧૨ થી વધુ ભાષાઓમાં લોંચ કરવામાં આવી છે. હાલમાં માહિતી ૭ આંતરરાષ્ટ્રીય ભાષાઓ (અંગ્રેજી, હિન્દી, બંગાળી, અરબી, ફ્રેન્ચ,વિયેતનામી, પર્સિયન અને સર્બિયન) અને ૫ ભારતીય ભાષાઓ (ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ અને પંજાબી)માં ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘણી વધુ ભાષાઓમાં અનુવાદનું કાર્ય હાલ ચાલી રહ્યું છે.

વેબસાઇટના માધ્યમ દ્વારા કોરોના વિશે વિશ્વભરમાં જનજાગૃતિ કેળવવા માટેની આ ઝુંબેશનો શ્રેય ડો. સંજય પંડ્યા, નેફ્રોલોજિસ્ટ અને સ્થાપક -કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન રાજકોટ અને ડો.સંજીવ ગુલાડી, ડિરેકટર, નેફ્રોલોજિ, ફોર્ટિસ ગ્રુપ હોસ્પિટલ, દિલ્હીને ફાળે જાય છે. ગુજરાતી સંસ્કરણ માટે ડો. સુસ્મિતા દવેનો સહયોગ મળેલ છે.

વિશ્વમાં સૌથી વધુ ભાષામાં કોરોના સામે લડાઇ માટે કિડની એજ્યુકેશન વેબસાઇટના પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેથી વિશ્વભરના દરેક લોકો આ માહિતીનો લાભ લઇ શકે અને આ વેબસાઇટની મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓ પણ આ માહિતી મેળવી શકે.

સંપર્કઃ ઙ્ગડો.સંજય પંડ્યા એમ.ડી., ડીે.એન.બી. કિડની રોગ નિષ્ણાંત ફાઉન્ડર અને ચીફ મેન્ટર કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન સમર્પણ હોસ્પિટલ, ભૂતખાના ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે રાજકોટ ફોનઃ ૦૨૮૧ -૨૨૨૨૦૭૭ક, ૨૨૩૫૩૮૭, ૨૨૩૯૦૮૫ ઇમેઇલઃ (saveyourkidney@yahoo.co.in www.KidneyEducationocom)

(4:00 pm IST)