Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રોણકીના બહુચર્ચિત જમીન કૌભાંડમાં આરોપીઓની ધરપકડ સામે હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ તા. ૩: રોણકીની કરોડોની જમીન સબંધે ફરીયાદના અનુસંધાને આરોપી (૧) મહેશભાઇ વેલાભાઇ મુંધવા (ર) દિનેશ રઘુભાઇ (૩) મહેન્દ્ર ગૌસ્વામીના એ આગોતરા જામીન અરજી કરતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપીની ધરપકડ સામે મનાઇ હુકમ આપેલ છે.

આ કામે રામસીંગભાઇ ભીમસીંગ એ ફરીયાદ કરેલ અને ફરીયાદની હકીકતમાં જણાવેલ કે ફરીયાદીને રકમની જરૂરત હોય આરોપી પાસેથી તે રકમ લીધેલ અને પોતાની જમીનનો દસ્તાવેજ આરોપીના નામનો કરી આપેલ વ્યાજે લીધેલ રકમ પરત આપી દેવા છતાં આરોપી પરત દસ્તાવેજ કરી નહિં આપી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ કરેલ.

ઉપરોકત ફરીયાદના અનુસંધાને ત્રણેય આરોપીએ આગોતરા જામીન અરજી કરેલ જે નામંજુર થયેલ. જેની સામે આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ જે કામમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તી શ્રી એસ. એચ. વોરાએ આરોપીઓની ધરપકડ સામે મનાઇ હુકમ આપેલ છે.

આ કામમાં આરોપીઓ વતી અમદાવાદના એડવોકેટ આશીશ ડગલી, પીયુષ એમ. શાહ, જાવીદ પારેખ, નીતેશ કથીરીયા, હર્ષીલ શાહ, જીતેન્દ્ર ધુળકોટીયા રોકાયેલ હતા.

(3:49 pm IST)