Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

રાજકોટના તમામ રસ્તા ઉપર લોકો ફરે છેઃ લોકડાઉનનો અર્થ શું: કલેકટરે રીપોર્ટ માંગ્યોઃ પ્રજા સમજે તો સારૂ : નહી તો ફોજદારી

કલેકટર કચેરીમાં પાસ કાઢવાનું બંધઃ કાર્ડમાં સીક્કા મરાવવા સંખ્યાબંધ લોકો દોડી આવતા દરવાજા બંધ કરાયા... : ધરણા હોય ચારે બાજુ પોલીસ મૂકાઇઃ કલેકટરની અપીલ પ્લીઝ બહાર ન નીકળોઃ કેટલી વાર સમજાવવું !!

કલેકટર કચેરીની અંદર-બહાર આજથી જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩ : કોરોના સંક્રમણને રોકવા લોકડાઉનની સ્થીતી છે. આમ છતા શહેરના રસ્તાઓ ઉપર અનેક લોકો બીનજરૂરી હેરફેર કરતા નજરે પડેછે. ત્યારે કલેકટરે આ બાબતે રીપોર્ટ મંગાવી અને હવે પછી કલેકટર કચેરી દ્વારા પાસ કઢાવવાનું બંધ કરવા સુચના આપી દીધાનું જાણવા મળે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રસ્તાઓ ઉપર દરરોજ સવારે અને સાંજે અનેક બીનજરૂરી લોકો રસ્તાઓ ઉપર ફરતા નજરે પડે છ.ે તેથી લોકડાઉનનો અર્થ રહેતો નથી માટે હવે બાબતે તંત્ર સજાગ રહી અને તંત્ર કડક વલણ અપનાવી અને કડક ફોજદારી પગલા લ્યે તે માટે કલેકટરશ્રીએ ખાસ સુચનાઓ જાહેર કરી છે. અને શહેરીજનોને પણ બીનજરૂરી બહાર ન નિકળવા અપીલ કરી છે.

(3:48 pm IST)