Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ફાયર બ્રિગેડના કર્મચારીનું બાઈક ડીટેઈન કરાયુ

આજી ડેમ ચોકડી નજીક વાહન ચેકીંગમાં બાઈકના કાગળો અને લોકડાઉનના ઉલ્લંઘન વિશે ઉડાઉ જવાબ દેતા સાજીદ મકવાણા સામે પોલીસ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૩ :. આજી ડેમ ચોકડીએ વાહન ચેકીંગની ફરજ બજાવી રહેલા પોલીસ સ્ટાફે અહીંથી પસાર થયેલા વાહન ચાલકોને અટકાવી પૂછપરછ કરી હતી. આ દરમિયાન પસાર થઈ રહેલા એક મોટર સાયકલ સવારને અટકાવી તેની બાઈકના રજીસ્ટ્રેશન પેપર અને લોકડાઉનના જાહેરનામા વચ્ચે બહાર નિકળવાનું કારણ પોલીસે પૂછતા યોગ્ય જવાબ નહિ આપી ઉડાઉ જવાબ આપતા ફરજ પર રહેલા પી.એસ.આઈ. આર.વી. કડછાએ બાઈક ડીટેઈન કર્યુ હતું.

આ બારામાં આજે ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા ઈમરજન્સી સર્વિસ બજાવી રહેલા સ્ટાફને ખોટી કનડગત થઈ હોવાની ફરીયાદો કરી હતી. જો કે આ બારામાં પોલીસે કયા કારણોસર કાર્યવાહી કરી ? તે બહાર આવતા કર્મચારીઓની ફરીયાદો સમી ગઈ હતી.

(3:48 pm IST)