Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બાપુનગરમાં અનન્ય સેવા : જરૂરીયાતમંદોને ભોજન

રાજકોટ : દેશમાં જયારથી લોકડાઉન કરવામાં આવ્યુ છે ત્યારથી ડીસીપી ઝોન - ૫ શ્રી રવિ તેજા તથા બાપુનગર પોલીસ ઈન્સ્પેકટર શ્રી નિરવ વ્યાસ દ્વારા બાપુનગરમાં રહેતા તમામ જરૂરીયાતમંદો માટે ભોજનની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. દરરોજ આશરે ૩ હજાર જરૂરીયાતમંદોને આ સેવા બાપુનગર પોલીસ સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવે છે. હજી પણ આ સેવા જયાં સુધી લોકડાઉન પૂરૂ ન થાય ત્યાં સુધી દરરોજ પૂરી પાડવામાં આવશે. બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરમાં ચાલતુ ટ્રસ્ટ શ્રી આનંદ અમૃત સેવા ટ્રસ્ટ જે રીટાયર્ડ ડીવાયએસપી શ્રી તરૂણ બારોટના પિતા શ્રી અમૃતલાલ બારોટ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ચલાવવામાં આવે છે. જેના સહયોગથી અને ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા, બાપુનગર ડી.સ્ટાફ પીએસઆઈ શ્રી મહેશ ગઢવી, કાઉન્સીલર શ્રી અશ્વિનભાઈ પેથાણીના સહયોગથી આ સેવાનો લાભ લેવા યાદીમાં જણાવાયુ છે.

(3:47 pm IST)