Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા કન્યા સ્કોલરશીપ વિતરણ

રાજકોટ : સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશનના ઉપક્રમે છેલ્લા ૧૦ વર્ષથી ઉષાબહેન જાની અમૃત મહોત્સવ અન્વયે ગ્રામીણ અને શહેરી વિસ્તારની આર્થિક જરૂરીયાતમંદ અને અભ્યાસમાં તેજસ્વી બાળાઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમથી પ્રેરાઈને પી.જી.વી.સી.એલ. દ્વારા કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી પ્રોજેકટના આર્થિક સહયોગથી ગત ફેબ્રુઆરી મહિનામાં ઈન્સ્ટીટ્યુટ ઓફ કવોલીટી એજ્યુકેશનમાં સ્કોલરશીપ ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડાયરેકટર શ્રીમતી શ્વેતાબેન તિઓતીઆના અધ્યક્ષપદે યોજવામાં આવેલ.

અતિથિ વિશેષ તરીકે પી.જી.વી.સી.એલ.ના કંપની સેક્રેટરી હાર્દિકભાઈ ચૌહાણ, ઈન્સ્ટીટ્યુટ ઓફ કવોલીટી એજ્યુકેશનના નિયામક રશ્મિકાંતભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. સ્કોલરશીપ વિતરણના આ કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ અને અમરેલી, મોરબી જીલ્લાની વિવિધ શાળાઓની ૧૧૪ બાળાઓને પીજીવીસીએલના અધિકારીઓના હસ્તે રૂ.૬ લાખ બત્રીસ હજારના ચેકનું વિતરણ કરવામાં આવેલ. તેમ સંસ્થાના ગુલાબભાઈ જાનીએ યાદીના અંતમાં જણાવ્યુ છે.

(3:46 pm IST)