Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

લોકડાઉનમાં વ્યસનમાંથી છુટકારો મેળવી શકાય

ઘરની બહાર ન નિકળી, પેટ્રોલનો ખર્ચ પણ બચાવી શકાયઃ 'કોરો'હા બનો

કોરોના એક ચેપી રોગ છે અને તેની સામે જંગ જીતવા કેન્દ્ર સરકાર આદેશ અને માનવ સમજદારી વિચારથી હાલ ભારતભરમાં કરાયેલા લોકડાઉનથી ફાયદા કોરોના સામે જંગ જીતવા ઉપરાંત બીજા પણ છે.  માનવી અનેકવિધ પ્રકારના વ્યસની છે જેવા કે પોતાના વાહનો દ્વારા હરવા- ફરવા અનેકવિધ પ્રકારના બહારના ખોરાકો આરોગવા અને વિવિધ પીવા માટેના હોય છે. ત્યારે આવા માનવીના વ્યસનો સામે ઉભો થતો મસ મોટો પ્રશ્ન લોકડાઉન સમયે આવે છે. ત્યારે સિકકાની બીજી બાજુ સમય સમજે સાવધાન બની જાયે તો જાગૃત જનતાને અનેક ગણો ફાયદો થયે એ વાત જરૂર છે. ખોટા હરવા- ફરવા- લટાર મારવા સામે પેટ્રોલનો ખર્ચ બચે છે. પાન- બીડી- સીગીરેટ અને રાત પડેને બહારનું આચરકુચર ખાવાના લોકડાઉનથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયેલ છે. ત્યારે તકવાદી અને લાલચુ લોકોએ સમયનો ફાયદો ઉપાડી આવા વ્યસનો ખાદ્યરૂપ અને મોજીલા પીવાના પદાર્થોનાં ડબલ- ત્રબલ ભાવથી વેચાણ કરે છે. ત્યારે માનવ સમજદારી વિચારથી જેમ કોરોના ચેપી રોગને દેશવટો આપવા લોકડાઉન થઈ કમર કસી રહેલ છે. તેમ આવા તકવાદી અને લાલચુ લે- ભાગુ તત્વોને આવકારવાને બદલે જાકારો આપી વ્યસનમુકત બનવા પોતાની જાતને સબળ બનાવી કોરોના રોગની જેમ વ્યસન સામે જંગજીતી હિંમતવાન અને સમજદાર માનવ વ્યસનથી ''કોરા'' હા બની શકે છે અને વ્યસન પાછળ વપરાતી રકમથી ઘરની આર્થીક સ્થિતીમાં પણ ફાયદો થઈ શકે છે. (ભગવતી પ્રસાદ પંડયા)

(3:41 pm IST)