Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભૂખથી પીડાતા શ્વાનનું મોત.. લોકો કરૂણા દાખવે

શેરીઓના શ્વાન પ્રત્યે લોકો માનવતા દાખવે તો જીવ જતા અટકે

રાજકોટઃ કોરોનાના કારણે લોકડાઉન છે. બધું સ્થગિત છે. લોકોને ખાવા-પીવાની વસ્તુ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. આ સ્થિતિમાં અબોલ જીવોની દશા ખરાબ છે. તેમાં પણ રખડતા કૂતરા તો ભૂખના માર્યા મૃત્યુ પામી રહ્યા છે.ગઇકાલેે રાજકોટમાં એક શ્વાનનું મૃત્યુ થયું. મૃત્યુનું કારણ જાણવા નિષ્ણાતોએ તપાસીને કહ્યું કે, આને કોઇ રોગ કે અકસ્માત થયો નથી. માત્રને માત્ર ભૂખના કારણે મોત થયું છે લોકડાઉનની મનાઇ છે, પરંતુ શેરીમાં - આંગણામાં એક-બે રોટલી કે, થોડું ભોજન-પાણી રાખવામાં આવે તો અબોલ પશુ-પક્ષીઓ પણ જીવી જાય ઉનાળો તપવા લાગ્યો છે, પશુ-પક્ષીઓને પીવાના પાણીની જરૂરિયાત પણ વધશે આ માટે સંસ્થાઓ સાથે લોકોએ પણ કરૂણા દાખવવી જરૂરી છે.

(3:40 pm IST)