Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

૫ એપ્રિલઃ નરેન્દ્રભાઈનો માસ્ટર સ્ટ્રોક નહિ પણ માસ્ટર 'બીમ': અભય ભારદ્વાજ

રવીવારે વામન દ્વાદશી છેઃ સૂર્યનો સૌથી વધુ પ્રકાશ પડે છે

રાજકોટઃ જાણીતા ધારાશાસ્ત્રી અને ભાજપના રાજ્યસભાના ઉમેદવાર શ્રી અભયભાઈ ભારદ્વાજ કહે છે કે, ૫ એપ્રિલે વામન દ્વાદશી છે. તે દિવસે પૃથ્વી પર સૂર્યનો સૌથી વધુ પ્રકાશ પડે છે અને તેનાથી રોગ ઉત્પન્ન કરતા વાયરસોને શકિત મળે છે. આ વાયરસો શૈતાની જીવો છે અને અંધકારમાં વધે છે. આદિયોગી પુરાણ અનુસાર આવી રાક્ષસી માયાનો નાશ કરવાનો એક ઉપાય તેના પર પ્રકાશ ફેંકવાનો છે. જેવી રીતે આપણે મેગ્નીફાઈંગ ગ્લાસ અને સૂર્ય કિરણોનો ઉપયોગ કરીએ છીએ. વડાપ્રધાન મોદીએ આપણને મોટી લાઈટ બંધ કરીને નાના દિવાઓ પ્રગટાવીને આપણો ટેકો દર્શાવવા અપીલ કરી છે. આપણા દિવા, મીણબત્તી વગેરેની નાની લાઈટો મળીને એક પાવરફુલ બીમ બનશે અને કોરોના વાયરસ ઉપર ટકરાશે. વડાપ્રધાન મોદીનો પહેલાની જેમ આ કોઈ માસ્ટર સ્ટ્રોક નથી પણ 'માસ્ટર બીમ' છે.

(3:35 pm IST)