Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

બંગલામાંથી બહાર નિકળી સેવામાં જોડાઈ જાવ

રાજય સરકાર દ્વારા ગરીબોને ટીફીન, અનાજની વ્યવસ્થા કરાઈ જ છે : મનફાવે તેવા બફાટ બંધ કરો, ઈન્દ્રનિલને જરૂર હોય તો રાજય સરકાર તેના ઘરે ટિફીન પહોંચાડાશેઃ માંકડ- કોઠારી- રાઠોડનો જડબાતોડ જવાબ

રાજકોટ,તા.૩: શહે૨ ભાજ૫ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે ઈન્દ્રનીલ ૨ાજયગુરૂને જડબાતોડ જવાબ આ૫તા જણાવ્યું હતું કે  કુંભકર્ણ નિંદ્રામાંથી અચાનક જાગીને સસ્તી પ્રસિદ્ઘિ મેળવવા માટે ઈન્દ્રનીલ રાજયગુરૂ મનફાવે તેવો બફાટ કરી રહ્યાં છે. લાગે છે કે કોરોના વાયરસની અસર તેમના મન-મગજ પર પણ થઈ ગઈ છે અને તેઓ જીભ પરનો કાબુ ગુમાવી કંઈપણ એલફેલ બોલી રહ્યાં છે. કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા માટે જાહેર કરેલા લોકડાઉનનાં સમયમાં લોકો ભૂખ્યા મરી રહ્યા છે, કોઈને ઘરની બહાર નીકળવામાં દેવામાં આવી રહ્યાં નથી અને જરૂરિયાતમંદ લોકોને અનાજ મળી રહ્યું નથી કે સરકાર કશું કરી રહી નથી વગેરે જેવા પાયા વિહોણા આક્ષેપો કરી ઈન્દ્રનીલ રાજયગુરૂ સરકાર સાથે સેવાભાવી સંસ્થાઓને પણ ગેરવ્યાજબી રીતે બદનામ કરી રહ્યાં છે.

વધુમાં યાદીમાં જણાવાયું છે કે, આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજયનાં વહિવટી તંત્રએ આ અંગેનું સુદ્રઢ આયોજન કર્યુ છે. મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની આ સ્થિતિમાં નિરાધાર, વૃદ્ઘ,નિઃસહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો,કામદારોને બે ટંક પૂરતું ભોજન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. આ સંદર્ભમાં આવા લોકોને ફૂડ પેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાજયમાં અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ ફૂડ પેકેટસનું વિતરણ થયું છે. અનાજ,દૂધ, શાકભાજીથી લઈ દરરોજ જોઈતી દરેક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, દોઢ વર્ષ સુધી ચાલે એટલા અનાજનો સંગ્રહ સરકાર પાસે છે. લાઈટબીલ, ગેસ, બેંકનાં હપ્તા વગેરે બધામાં છૂટછાટ અને રાહત આપવામાં આવ્યા છે.

 સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગરિબ લોકોને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો મળી રહે તે માટે રૂપાણી સરકાર ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનો પરથી ૧ એપ્રિલથી નિઃ શુલ્ક અનાજ વિતરણ કરી રહી છે. ગુજરાતનાં ૬૦ લાખ કુટુંબોનાં આશરે ૩.૩૫ કરોડ લોકોને વ્યકિતદીઠ સાડા ત્રણ કિલો દ્યઉં, દોઢ કિલો તેમજ મીઠું મફત આપવામાં આવી રહ્યાં છે. ૪ એપ્રિલથી જેની પાસે રાશન કાર્ડ નહીં હોય તેવા લોકોને પણ અનાજ આપવામાં આવશે. કટોકટીની સ્થિતિમાં સંકટ સમયે ઈન્દ્રનીલ રાજયગુરુ સરકાર કે સમાજને મદદરૂપ તો થઈ શકતા નથી સાથે જ તેઓ કોઈ મદદ કરી રહ્યાં છે એ પણ જોઈ શકતા નથી. તેઓ ભલે સમાજસેવા ન કરે પણ કોઈ સમાજસેવા કરે છે એના પર શંકા-સવાલો કરવા જોઈએ નહીં. ઈન્દ્રનીલ રાજયગુરુનાં નિવેદનો અતિ અશોભનીય-નિંદાપાત્ર છે.

સરકારની કામગીરી વિશે શંકા-સવાલો કરનારા ઈન્દ્રનીલ રાજયગુરૂએ પોતાનું રાશન કાર્ડ લઈ સસ્તા અનાજની દુકાને જઈ લાઈનમાં ઉભા રહી અનાજ લઈ આવવું જોઈએ અથવા કોઈ સેવાભાવી સંસ્થાને ફોન કરી ઘર બેઠા ટિફિન મગાવી જમી લેવું જોઈએ. જેથી તેમને લોકોને આપવામાં આવતા અનાજ અને ભોજનની ગુણવત્તા સાથે સરકાર અને સેવાભાવી સંસ્થાઓ શું કરી રહી છે તેની ચકાસણી થઈ જાય. પ્રજાજનો-નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ અને જરૂરી સેવાઓ સરળતાથી મળી રહે તે માટે ફેરિયાઓપ્ત નાના વેપારીઓ, આવશ્યક સેવાઓના શ્રમિકકર્મીઓ સહિત ૧.પ૯ લાખ વ્યકિતઓ માટે ખાસ પાસ સંબંધિત સ્થાનિક તંત્ર વહિવટી તંત્ર તરફથી ઈસ્યુ કરવામાં આવ્યા છે. એટલે કોઈને ભોજન મળતું નથી, કોઈ ઘરની બહાર નીકળી શકતું નથી એવી કોઈ વાત છે જ નહીં. જોયા-જાણ્યા વિના હવનમાં હાડકા નાખવાની ઈન્દ્રનીલ રાજયગુરૂની આદત હોવાનું  અને આવા સમયે પણ આ આફતની ઘડીમાં તેમને વ્યકિતગત રાગદ્વેષ છોડી રાષ્ટ્રસેવામાં પોતાની શકિતનો ઉપયોગ કરવો જોઈએ. આ સમય મતબેંકની રાજનીતિ કરવાનો નથીપ્ત માનવતા દાખવાનો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અપીલને આદર આપી દરેક નગરજનોથી લઈ નગરસેવકો ઘરમાં જ રહીંને દેશસેવાનું ઉત્ત્।મ કાર્ય કરી રહ્યા છે અને ઘરની બહાર ન નીકળી લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવો એ એક પ્રકારની દેશસેવા જ છે.

ભાજપ સરકાર ઉપરાંત અનેક સામાજિક - સેવાભાવી સંસ્થાઓ શ્રમિકોથી લઈ સામાન્ય નાગરિકનાં પડખે ઉભી છે. સ્થાનિકથી લઈ રાષ્ટ્રીય તંત્ર જીવનાં જોખમે લોકોની સેવા કરવા ખડે પગે હાજર છે. આખો દેશ એક બની કોરોના વાયરસને હરાવવા જંગ ખેલી રહ્યો છે એવા સમયે ઈન્દ્રનીલ રાજયગુરૂ એ પણ પોતાના આલિશાન બંગલામાંથી બહાર નીકળી ગરીબોની સેવામાં જોડાઈ જવું જોઈએ. લોકોને ગેરમાર્ગે દોરવાનું છોડી, જનતાની સેવા કરવા આગળ આવે. એમ અંતમાં શહે૨ ભાજ૫ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા૨ી, કિશો૨ ૨ાઠોડે ઈન્દ્રનીલ ૨ાજયગુરૂને સણસણતો જવાબ આ૫તા જણાવ્યું હતું.

(3:34 pm IST)